સાત દિવસમાં અટકેલો પૈસો મળશે, અચાનક વધશે બેંક બેલેન્સ.. વાંચો આવનારા અઠવાડિયાનું રાશિફળ

આ સપ્તાહની શરૂઆત સૂર્યના ગોચરથી થઈ રહી છે. સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરશે, આ પછી બુધ પણ ગોચર કરશે. આ ગ્રહ ગોચરની તમામ ૧૨ રાશિ પર શુભ અને અશુભ અસર પડશે. ત્યારે ચાલો જાણીએ કે સાપ્તાહિક રાશિફળ મુજબ ૧૬ થી ૨૨ સપ્ટેમ્બર સુધીનો સમય દરેક રાશિઓ માટે કેવો રહેશે.

મેષ: તમારા અટવાયેલા પૈસા પાછા મળવાથી તમને ખુશી થશે. ઓફિસમાં તમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. કોઈ શુભ કાર્યમાં ધન ખર્ચ થઇ શકે છે.

વૃષભઃ નોકરીમાં તમારી ઈચ્છા મુજબ પ્રમોશન મળી શકે છે. તમને આકસ્મિક ધન લાભ થવાના સંકેત છે. ધનની ઉધાર લેવડ દેવડ ટાળો. પ્રોપર્ટી ખરીદવામાં પૈસા ખર્ચ થઈ શકે છે.

મિથુન: ફિલ્મો અને હેલ્થકેર સાથે જોડાયેલા લોકોને ધન લાભ થશે. નોકરી કરતા લોકોને લાંબી મુસાફરી કરવી પડી શકે છે. આ અઠવાડિયે તમે કોઈ નવા ધંધામાં રોકાણ ના કરો.

કર્કઃ હોલસેલના વેપારીઓને મોટો આર્થિક લાભ થવાની શક્યતાઓ છે. નોકરીમાં તમને પ્રમોશન મળી શકે છે. તો તમને નવી નોકરી પણ મળી શકે છે. નોકરી શોધી રહેલા લોકોને નોકરી મળવાની શક્યતાઓ રહેલી છે.

સિંહ: તમને નવી નોકરી અથવા ઇન્ટરવ્યુમાં સફળતા મળશે. માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોને નોકરીની નવી તકો મળશે. આ અઠવાડિયું તમારા માટે નવો વ્યવસાય શરૂ કરવા માટે ખૂબ અનુકૂળ છે.

કન્યા: આવકના નવા સ્ત્રોત વિકસિત થશે. નોકરીના સંબંધમાં વિદેશ પ્રવાસ થશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં પૈસા ખર્ચ થશે. બિનજરૂરી ખર્ચ ટાળવાનો પ્રયાસ કરો.

તુલા : નોકરીમાં તમારા કામની પ્રશંસા થશે. કન્સલ્ટન્સી સાથે જોડાયેલા લોકોને ધન લાભ થશે. સમજદારીપૂર્વક પૈસા ખર્ચ કરો. ઉધાર આપેલું ધન પાછું મળશે.

વૃશ્ચિકઃ સરકારી નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવ્યા બાદ નોકરી મળશે તો તમે ખુશ થશો. નવી મોંઘી વસ્તુઓની ખરીદીમાં પૈસા ખર્ચ થશે.

ધનઃ વ્યાપાર વિસ્તારવાની યોજનાઓ સફળ થશે. સરકારી યોજનાઓથી આર્થિક લાભ થવાની શક્યતાઓ રહેલી છે. તમને તમારા કરિયરમાં કોઈ ખાસ સફળતા મળશે. બેરોજગાર લોકોને નોકરી મળવાની શક્યતાઓ રહેલી છે.

મકર: તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમને આકસ્મિક ધન લાભ થશે. મૂડી રોકાણમાં સાવધાની રાખો. શેરબજારમાં રોકાણ કરતા પહેલા સાવધાન રહો.

કુંભ: નોકરીમાં તમારી ઈચ્છા મુજબ પ્રમોશન મળશે. હોસ્પિટલ અને દવાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ધન લાભ થશે. વેપારમાં વિસ્તરણ થશે. મિલકતની ખરીદી અને વેચાણથી તમને ધન લાભ થશે.

મીન: ધન સંબંધિત ચિંતાઓ દૂર થશે. નવું વાહન ખરીદવામાં પૈસા ખર્ચ થશે. નોકરીમાં કોઈ મોટી જવાબદારી મળવાની સાથે પ્રમોશન પણ શક્ય છે. ધન ઉધાર ના લો.

Post Comment