શનિદેવની એકદમ ખાસ હોય છે આ રાશિઓ, માથા પર હંમેશા હોય છે તેમનો હાથ..

જ્યોતિષમાં તમામ ગ્રહોમાં શનિનું વિશેષ મહત્વ છે. શનિને ન્યાયના દેવતા માનવામાં આવે છે, એવું કહેવાય છે કે શનિ વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ અશુભ હોય તો તેને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જ્યારે વ્યક્તિની કુંડળીમાં શનિ શુભ હોય તો તેનું ભાગ્ય ચમકી ઉઠે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચાર રાશિઓ એવી છે જેના પર શનિની વિશેષ કૃપા હોય છે.

તુલા: શનિદેવની સૌથી પ્રિય રાશિ તુલાને માનવામાં આવે છે કે આ રાશિના લોકો પર શનિની વિશેષ કૃપા રહેતી હોય છે. શનિદેવ આ રાશિના લોકોને કષ્ટ અને પીડા નથી આપતા. શનિદેવની કૃપા તમારા પર બની રહે તે માટે તમારે દરરોજ શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

મકરઃ મકર રાશિના સ્વામી શનિ છે, તેથી શનિદેવ આ લોકો પર પોતાની વિશેષ કૃપા રાખે છે. શનિની ૧૫ મી અને ૨૦ મી અવધિમાં પણ મકર રાશિના લોકો માટે શનિદેવ વધુ અનુકૂળ રહે છે એટલે ચિંતા ના કરવી.

ધન: આ રાશિના સ્વામી ગ્રહ બૃહસ્પતિ એટલે કે ગુરુ છે. શનિ અને ગુરુ વચ્ચે મિત્રતાનો ભાવ રહે છે. આ કારણથી ધન રાશિ પર શનિની હંમેશા વિશેષ કૃપા રહે છે. શનિની સાડાસાતી દરમિયાન પણ શનિદેવ તેમને વધારે પરેશાન નથી કરતા.

કુંભ: કુંભ રાશિના સ્વામી શનિ છે જેના કારણે આ લોકો પર શનિની કૃપા રહે છે. આ રાશિના લોકો શાંત સ્વભાવના હોય છે અને ખૂબ જ પ્રમાણિક હોય છે. તેમજ આ રાશિના જાતકોને ક્યારેય પણ ધનની તંગીનો સામનો નથી કરવો પડતો. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેનું સમર્થન નથી કરતું.)

Post Comment