ફેંગશુઈની આ પાંચ વસ્તુ ઘરમાં રાખવી શુભ, દુર થાય છે દરિદ્રતા, રહેશે સુખ- શાંતિ
ફેંગશુઈ એક ચીની શાસ્ત્ર છે જેમાં વાસ્તુ શાસ્ત્રની જેમ કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જેને અપનાવવામાં આવે તો જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ ઉપાયોથી ઘરમાં સુખ- શાંતિ જળવાઈ રહે છે અને આર્થિક સમસ્યાઓ પણ દૂર થાય છે. આજે અમે તમને ફેંગશુઈની કેટલીક લકી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જો ઘરમાં રાખવામાં આવે તો ઘરનું વાતાવરણ ખુશનુમા રહે છે અને પરેશાનીઓ પણ દૂર થાય છે. ચાલો જાણીએ આ વસ્તુઓ વિશે.
૧. એવિલ આઈ: જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય બુરી નજરથી પરેશાન છો, તો તમે ઘરમાં એવિલ આઈને લાવી શકો છો. તેનાથી બુરી નજરનો પ્રભાવ ઓછો થાય છે અને નજર દોષથી પણ છુટકારો મળી શકે છે.
૨. જેડ પ્લાન્ટઃ જો તમારા ઘરમાં ખૂબ ઝઘડા થાય છે અથવા તમે નકારાત્મકતા અનુભવો છો, તો તમે આ ઉપાય અજમાવી શકો છો. તમે ઘરના પ્રવેશદ્વાર પર જેડનો છોડ લગાવી શકો છો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મકતા જળવાઈ રહે છે. આ સિવાય આ છોડને ઘરમાં લગાવવાથી સુખ- શાંતિ તો જળવાઈ રહે છે સાથે સાથે ઓક્સિજનનું પરિભ્રમણ પણ થાય છે.
૩. ક્રિસ્ટલઃ ફેંગશુઈ અનુસાર ઘરમાં ક્રિસ્ટલ રાખવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ક્રિસ્ટલ રાખવાથી ઘરમાં સુખ- શાંતિ જળવાઈ રહે છે અને સંબંધોમાં મધુરતા આવે છે.
૪. ચીની સિક્કાઃ જો તમે સખત મહેનત કરો છો છતાં પણ તમારી પાસે પૈસા નથી અને ગરીબી છે તો તમે આ ઉપાયો અપનાવી શકો છો. ચીની સિક્કાઓને લાલ કપડામાં લપેટીને તમારી તિજોરીમાં રાખો. તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને સુખ- શાંતિ જળવાઈ રહે છે.
૫. કાચબોઃ ફેંગશુઈ શાસ્ત્રો અનુસાર ઘરની ઉત્તર દિશામાં કાચબો રાખવો ફાયદાકારક છે. તેનાથી ભગવાન કુબેરની કૃપા ઘરમાં રહે છે. આ સાથે આર્થિક સમસ્યાઓ પણ દૂર થાય છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે, ધ ગુજરાતી તેની પુષ્ટિ નથી કરતું.)
Post Comment