દશેરા પર બનવા જઈ રહ્યો છે શુભ સંયોગ, ત્રણ રાશિને જબરદસ્ત ફાયદા, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા

વિજયાદશમીના તહેવારને બુરાઈ પર સારાઈની જીતનું પ્રતિક માનવામાં આવે છે. આ વર્ષે દશેરા ૧૨ ઓક્ટોબરે ઉજવવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે દશેરાનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે વિજયાદશમી પર શશ અને માલવ્ય રાજયોગ બની રહ્યો છે. સાથે જ શ્રવણ નક્ષત્ર પણ રહેશે. આ યોગ તમામ ૧૨ રાશિમાંથી ત્રણ રાશિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

વૃષભ: વૃષભ રાશિના લોકોને આર્થિક લાભ મળી શકે છે. સુખ- સુવિધાઓમાં વધારો થશે. જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને તેમની મહેનતનું ફળ મળશે. લવ લાઈફમાં આવનારી સમસ્યાઓ દૂર થશે. જે લોકો વેપાર કરે છે તેઓ ખૂબ નફો કમાઈ શકે છે. નોકરી કરતા લોકો માટે સમય અનુકૂળ છે. તમે પ્રમોશનના સારા સમાચાર પણ સાંભળી શકો છો જેનાથી તમારું મન ખુશ રહેશે.

તુલા: તુલા રાશિના લોકો માટે સંબંધ આવી શકે છે જેમણે લગ્ન નથી કર્યા. તેમજ જે લોકોને લગ્ન નક્કી થવામાં સમસ્યા આવી રહી છે તે હવે દુર થઇ જશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો છે. નોકરી કરતા લોકોને સિનિયર્સનો પૂરો સહયોગ મળશે. બોસ તમારા કામના વખાણ કરશે. પારિવારિક સંબંધો મજબૂત રહેશે. તમે જે કાર્યમાં મહેનત કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે.

મકર: મકર રાશિના લોકોના કરિયર માટે સમય સારો છે. નવી તકો પ્રાપ્ત થશે. જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો તમને પાછા મળી જશે. જૂના મિત્રો સાથે સારો સમય પસાર થશે. સ્વાસ્થ્ય પણ પહેલા કરતા સારું રહેશે. જો તમને કોઈ રોગ લાંબા સમયથી પરેશાન કરી રહ્યો છે, તો તે દૂર થઈ જશે.

અવિવાહિતો માટે લગ્ન પ્રસ્તાવ આવી શકે છે. આ સિવાય જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને ક્યાંકથી ખૂબ સારી ઓફર મળી શકે છે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે અને ધ ગુજરાતી તેની પુષ્ટિ નથી કરતું.)

Post Comment