મોઢું ફેરવી લેશે સુખ અને સૌભાગ્ય, ૧૧૮ દિવસ સુધી કષ્ટ ભોગવશે ચાર રાશિના લોકો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમય પછી પોતાની ચાલમાં ફેરફાર કરે છે. ચાલમાં આ ફેરફાર તમામ ૧૨ રાશિને અસર કરે છે એટલે કે મેષથી મીન સુધી. જો કે, કેટલાક માટે તેની અસર શુભ હોય છે અને કેટલાક માટે તે અશુભ હોય છે. જ્યોતિષીય ગણતરી મુજબ વાણી, સંદેશાવ્યવહાર અને વેપારના કારક બુધ પણ ટૂંક સમયમાં નક્ષત્રમાં ગોચર કરવા જઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ૧૪ ઓક્ટોબર પછી એટલે કે પાંચ દિવસ પછી બુધ રાહુના સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ કરશે. ત્રણ રાશિના લોકો માટે બુધના નક્ષત્રમાં ફેરફાર શુભ માનવામાં આવે છે. આવો જાણીએ આ ત્રણ રાશિ વિશે.
મિથુન: મિથુન રાશિના જાતકો માટે બુધનું નક્ષત્ર પરિવર્તન શુભ માનવામાં આવે છે. કાર્યસ્થળ માટે સમય સારો રહેશે. જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો તમે તેને પાછા મેળવી શકો છો. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. વેપારી વર્ગ માટે પણ સમય સારો રહેશે. વેપારમાં પણ વધારો થઈ શકે છે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને તેમની મહેનતનું ફળ મળી શકે છે.
કન્યા: બુધનું નક્ષત્ર પરિવર્તન કન્યા રાશિના લોકો માટે સારા સમાચાર લાવશે. રોકાણ કરવા માટે સમય સારો છે, તમને ઉત્તમ વળતર મળી શકે છે. આવકના નવા સ્ત્રોત બનશે જેનાથી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે. નોકરી શોધી રહેલા લોકોને તેમની ઈચ્છિત નોકરી માટે ઓફર મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. પગારમાં પણ વધારો થવાની શક્યતાઓ રહેલી છે.
કુંભ: કુંભ રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં નવી તકો મળી શકે છે. લવ લાઈફ માટે પણ સમય સારો રહેશે. જીવનસાથી સાથે ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવશે. નોકરી કરતા લોકોને તેમના બોસનો સહયોગ મળી શકે છે. આત્મવિશ્વાસ વધશે. પારિવારિક સંબંધો મજબૂત રહેશે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે અને ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)
Post Comment