ત્રણ દિવસ પછી શુક્રનું રાશિ પરિવર્તન, સતર્ક રહે ત્રણ રાશિના લોકો.. પડશે તકલીફો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયના અંતર પછી પોતાની રાશિ બદલી નાખે છે. આ પરિવર્તનની અસર કેટલાક માટે સકારાત્મક અને અન્ય માટે નકારાત્મક છે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર સુખ- સુવિધાઓ અને વૈભવી વસ્તુઓ આપનાર શુક્ર પણ ટૂંક સમયમાં પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે. શુક્રની ચાલમાં પરિવર્તન કેટલાક માટે શુભ અને કેટલાક માટે અશુભ રહેશે.
શુક્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશેઃ જાણકારી માટે તમને જણાવી દઈએ કે ૧૩ ઓક્ટોબરે સવારે૦૫:૪૯ કલાકે શુક્ર તુલા રાશિ છોડીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તન તમામ રાશિઓ પર અસર કરશે. તેની અસર ત્રણ રાશિ માટે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ ત્રણ રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. આવો જાણીએ આ ત્રણ રાશિ વિશે.
મેષ: શુક્રનું રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકો માટે કેટલીક સમસ્યાઓ લાવી શકે છે. આ રાશિના જાતકોને શારીરિક પીડાનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યને લઈને તમારે થોડું સાવધાન રહેવું પડશે. આકસ્મિક માથામાં ઈજા, માથામાં ઇન્ફેકશન, માથાનો દુખાવો તમને પરેશાન કરી શકે છે. બાળકને શારીરિક પીડા પણ થઈ શકે છે.
વૃષભઃ વૃષભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. વેપારમાં તમારે સંઘર્ષ કરવો પડી શકે છે. કોઈપણ રોકાણ કરતા પહેલા સારી રીતે વિચારી લેજો, નહીંતર તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. તમારા ચાલુ કામમાં તમારે અવરોધોનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય તમારે વિવાહિત જીવનમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા જીવનસાથી સાથે ઝઘડા થવાની શક્યતાઓ રહેલી છે. એકબીજાને સમજવું સારું રહેશે.
તુલા: તુલા રાશિના લોકો માટે શુક્રનું ગોચર શુભ નથી. આ રાશિના લોકોના સંબંધો પર નકારાત્મક અસર પડી શકે છે. સાસરિયાઓ સાથે વાત બગડી શકે છે. કોઈની સાથે વ્યવહાર કરવાનું ટાળો. તમારું ધન અટકી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો. બહારનો ખોરાક ખાવાનું ટાળો. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે અને ધ ગુજરાતી તેની પુષ્ટિ કરતું.)
Post Comment