માથાના વાળ ઉડાવી દેશે સૂર્યનું આ ગોચર, જાણો એક મહિનામાં કઈ રાશિને થશે લાભ, કોને નુકસાન

ગ્રહોના રાજા સૂર્યનું ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ છે. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ, સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે, જે કેટલીક રાશિઓ માટે અત્યંત નુકસાનકારક સાબિત થઈ શકે છે, જ્યારે કેટલાક લોકો માટે ફાયદાકારક છે. જાણો કન્યા રાશિમાં સૂર્ય ગોચરની તમામ 12 રાશિઓ પર શું અસર થશે.

સફળતા, સ્વાભિમાન, પિતા અને કીર્તિના કારક સૂર્ય 16 સપ્ટેમ્બરે સાંજે 7.43 કલાકે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. 17 ઓક્ટોબર 2024 ના રોજ સવારે 7:42 વાગ્યા સુધી સૂર્ય કન્યા રાશિમાં રહેશે. આ સમય દરમિયાન તેઓ તમામ 12 રાશિઓ પર અસર કરશે.

મેષ: તમારા મિત્રોમાં વધારો થશે અને તમને તેમના તરફથી જરૂરી સહયોગ પણ મળશે. પરંતુ સ્વાસ્થ્ય બગડી શકે છે. તેથી, જો તમને નાની સમસ્યા હોય તો પણ, ડૉક્ટરની સલાહ લો.

વૃષભ: સૂર્યનું રાશિ પરિવર્તન તમારા જ્ઞાનમાં વધારો કરશે. કરિયરમાં તમને સફળતા મળશે. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. તમારી વચ્ચે પ્રેમ વધશે. સંતાન તરફથી તમને સુખ મળશે.

મિથુનઃ તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. તમને ધન- સંપત્તિ મળી શકે છે. તમને તમારી માતાનો સહયોગ મળશે. આ સમયગાળા દરમિયાન તમે ગરીબોને મદદ કરો, તેમને ખવડાવો.

કર્કઃ આ એક મહિનામાં તમારી ઈચ્છા પ્રમાણે કામ ન થવાને કારણે તમે નિરાશ થઈ શકો છો. તમને ભાઈ- બહેનો તરફથી પણ મદદ મળી નહીં શકે. તમને તમારા વિચારો વ્યક્ત કરવામાં સમસ્યા આવી શકે છે.

સિંહ: સૂર્યનું ગોચર તમારા માટે મિશ્ર પરિણામ આપશે. તમારા સ્વભાવમાં પરિવર્તન આવશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. તમારે સખત મહેનત કરવાની જરૂર છે.

કન્યાઃ સૂર્ય ગોચર તમને ઘણા લાભ આપી શકે છે. તમને પૈસા મળશે, તમને ખ્યાતિ મળશે. લવ પાર્ટનર સાથે સંબંધ વધુ મજબૂત બનશે. પરિવારના સભ્યોને કોઈ બાબતમાં વિજય મળી શકે છે.

તુલા: આ મહિને ખર્ચમાં વધારો થશે. બજેટ બનાવો અને આગળ વધો. અનિદ્રાની સમસ્યા દૂર થશે. તમને તણાવમાંથી રાહત મળશે. ઘરમાં સૂર્યપ્રકાશ આવે તેનું ધ્યાન રાખો.

વૃશ્ચિક: તમે સખત મહેનત કરશો અને તમારી આવકમાં પણ વધારો થશે. આ 30 દિવસોમાં આર્થિક લાભની ઘણી તકો આવશે. કોઈપણ ઈચ્છા પૂરી થઈ શકે છે. તમારું કામ સરળતાથી થઈ જશે.

ધનઃ કરિયરમાં તમને લાંબા સમયથી અટકી રહેલી સફળતા મળશે. ‘સૂર્ય’ તમને પ્રગતિ કરાવશે. શાસન- પ્રશાસન સંબંધિત કેટલાક કામ થઈ શકે છે. તમારા પિતા માટે પણ સમય સારો રહેશે.

મકરઃ ભાગ્યના અભાવે તમે પરેશાન રહી શકો છો. તમને પરસેવો પડી જશે. અશુભ પરિણામોથી બચવા માટે ૧૭ ઓક્ટોબર સુધી કોઈને પણ પિત્તળની વસ્તુ, ગોળ, ઘી વગેરેનું દાન ના કરો.

કુંભ: તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. જૂના રોગોથી રાહત મળશે. કામ પણ સારું ચાલશે. કાળી ગાયની સેવા કરવાથી ફાયદો થશે.

મીનઃ અટકેલા કામ હવે પૂરા થવા લાગશે. પ્રગતિનો માર્ગ સરળ રહેશે. વિવાહિત જીવનમાં પ્રેમ અને વિશ્વાસ વધશે. જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન આપો. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકરી પર આધારિત છે. ધ ગુજરાતી તેની પુષ્ટિ નથી કરતું.)

Post Comment