સાત દિવસ પછી ગ્રહોના રાજાનું પરિવર્તન, પાંચ રાશિના લોકોને થશે બમ્પર લાભ, થશે ખુબજ પ્રગતિ!
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયના અંતર પછી પોતાની ચાલમાં પરિવર્તન કરે છે. ચાલમાં આ પરિવર્તન તમામ રાશિના લોકોને અસર કરે છે. કેટલાક માટે આ અસર શુભ હોય છે તો કેટલાક માટે તે અશુભ હોય છે. જ્યોતિષીય ગણતરી મુજબ ગ્રહોના રાજા એટલે કે સૂર્ય પણ પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે.
૧૭ ઓક્ટોબરે સૂર્ય સવારે ૭:૫૨ મિનિટે તુલા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય ગોચરની અસર પાંચ રાશિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવો જાણીએ આ પાંચ રાશિઓ વિશે.
મેષ: સૂર્યનું રાશિ પરિવર્તન મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ લોકોના જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન જોવા મળશે. તમને તમારા કરિયરમાં નવી તકો મળશે. વેપારી માટે સમય સાનુકૂળ છે. સોદામાં લાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે.
વૃષભ: વૃષભ રાશિના લોકો માટે સૂર્યનું ગોચર શુભ રહેશે. નોકરિયાત લોકો માટે સમય સાનુકૂળ છે, પ્રગતિની તકો મળશે. જે લોકો પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે તેમને સારા સમાચાર મળી શકે છે. આ ઉપરાંત પગાર પણ વધશે. વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થશે. પતિ- પત્ની વચ્ચેના સંબંધો પહેલા કરતા મધુર બનશે.
કન્યાઃ કન્યા રાશિના જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને સારા સમાચાર મળી શકે છે. નોકરી શોધી રહેલા લોકોને તેમની ઈચ્છિત નોકરી માટે ઓફર મળી શકે છે. વેપારીઓનો વેપાર વધી શકે છે. લવ લાઈફમાં સુધારો થશે. જીવનસાથી સાથેના સંબંધો પહેલા કરતા સારા રહેશે.
તુલા: સૂર્યના રાશિ પરિવર્તનથી તુલા રાશિના જાતકો માટે સારો સમય શરૂ થઈ શકે છે. તમને તમારા કાર્યસ્થળ પર વરિષ્ઠોનો સંપૂર્ણ સહયોગ મળશે. બોસ તમારા કામના વખાણ કરશે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમે તેમ કરી શકો છો, તમને ભવિષ્યમાં સારું વળતર મળી શકે છે. નોકરીયાત લોકો માટે પ્રમોશનની શક્યતા વધી શકે છે.
કુંભ: કુંભ રાશિના લોકોના જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે. કરિયરમાં નવી તકો મળશે. માનસિક સ્થિતિમાં પહેલા કરતા સુધારો થશે. જો તમે લાંબા સમયથી કોઈ રોગથી પરેશાન છો તો તેનાથી તમને રાહત મળી શકે છે. પારિવારિક સંબંધો મજબૂત રહેશે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકરી પર આધારિત છે અને ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)
Post Comment