ચંદ્રગ્રહણ ચાર રાશિના લોકો માટે ભારે, ભૂલથી પણ ના કરવી આ મિસ્ટેક
ચંદ્રગ્રહણ એ એક ખગોળીય ઘટના છે. હિંદુ ધર્મ અને જ્યોતિષ શાસ્ત્રમાં પણ તેને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કે ધાર્મિક શાસ્ત્રોમાં ગ્રહણને અશુભ માનવામાં આવે છે. તેથી સૂતકનો સમયગાળો ગ્રહણના કેટલાક કલાકો પહેલા શરૂ થાય છે અને આ સમયગાળા દરમિયાન ઘણા કાર્યો પ્રતિબંધિત છે. વર્ષ ૨૦૨૪ નું બીજું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ ૧૮ સપ્ટેમ્બરે થશે.
એટલું જ નહીં માત્ર ૧૫ દિવસમાં સૂર્યગ્રહણ પણ થશે. આ બંને ગ્રહણ વચ્ચે પિતૃ પક્ષ ૧૫ દિવસ સુધી ચાલશે. આ રીતે ગ્રહોની દષ્ટિએ આ સમય બિલકુલ સારો ના કહી શકાય. ચંદ્રગ્રહણના કારણે પૃથ્વી પર રાહુ- કેતુનો પ્રભાવ વધે છે. રાહુ- કેતુને પાપી અને ક્રૂર ગ્રહો કહેવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન આ ગ્રહોના પ્રભાવમાં વધારો થવાથી અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે, તેથી ગ્રહણના સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય ના કરવું જોઈએ.
ભારતમાં ચંદ્રગ્રહણનો સમય: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ બુધવારના રોજ ભારતીય સમય અનુસાર સવારે 06:12 વાગ્યે થશે, જે સવારે 10:17 વાગ્યે સમાપ્ત થશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાય, તેથી તેનો સુતક સમયગાળો માન્ય રહેશે નહીં. છતાં પણ કેટલીક સાવચેતી રાખવી જોઈએ.
આ રાશિઓ પર મહત્તમ અસરઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણની રાશિઓ પર શુભ અને અશુભ અસર પડશે. ચંદ્રગ્રહણ મેષ, સિંહ, મકર અને મીન રાશિ માટે નકારાત્મક સાબિત થઈ શકે છે. તેથી આ લોકોએ ચંદ્રગ્રહણ દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે. અન્યથા આર્થિક નુકસાન, વિવાદ, અકસ્માત, બીમારી થઈ શકે છે.
ચંદ્રગ્રહણ દરમિયાન ના કરો આ કામઃ ચંદ્રગ્રહણ દરમિયાન પૂજા ના કરો. મંદિરના દરવાજા પણ અગાઉથી બંધ કરી દેવા જોઈએ. દેવી- દેવતાઓની મૂર્તિઓને સ્પર્શશો નહીં. તેમજ શાસ્ત્રોને સ્પર્શશો નહીં. મંત્રોચ્ચાર કરી શકો છો. ચંદ્રગ્રહણ દરમિયાન ન તો રાંધવું કે ન ખાવું. ગ્રહણ પહેલા રાંધેલા ખોરાક, પાણી, દૂધ વગેરેમાં તુલસીના પાન ઉમેરો.
ગ્રહણના સમયગાળા દરમિયાન તુલસીને સ્પર્શ કરશો નહીં કે તુલસીના પાન તોડવા નહીં. ગ્રહણ દરમિયાન સૂવું નહીં. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ગ્રહણ દરમિયાન તીક્ષ્ણ અને ધારદાર વસ્તુઓનો ઉપયોગ ના કરશો. જેમ કે, કાતર, છરી, સોઈ વગેરે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)
Post Comment