ચંદ્રગ્રહણની ગણતરી શરુ, ચાર રાશિના લોકોને દુર્ઘટના- નુકસાનનું જોખમ.. જાણીને ચેતી જાવ

જ્યારે ચંદ્ર, સૂર્ય અને પૃથ્વી એક સીધી રેખામાં આવે છે અને સૂર્યપ્રકાશ પૃથ્વી પર પડે છે પરંતુ ચંદ્ર પર નહીં, ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. એટલે કે થોડા સમય માટે ચંદ્ર સંપૂર્ણ અથવા આંશિક રીતે અદૃશ્ય થઈ જાય છે. ખગોળ શાસ્ત્રમાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિંદુ ધર્મ અને જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણને અશુભ માનવામાં આવે છે, તેથી ગ્રહણ દરમિયાન કોઈ શુભ કે માંગલિક કાર્ય નથી કરવામાં આવતું.

ગ્રહણના કેટલાક કલાકો પહેલા સુતકનો સમયગાળો શરૂ થાય છે. હિંદુ ધર્મમાં પિતૃપક્ષના 15 દિવસ દરમિયાન પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ, પિંડ દાન વગેરે ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે પિતૃપક્ષની શરૂઆતમાં ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે અને છેલ્લા દિવસે સૂર્યગ્રહણ થઈ રહ્યું છે. જે અશુભ માનવામાં આવે છે. જાણો તેની નકારાત્મક અસરો.

ભારતમાં ક્યારે થશે ચંદ્રગ્રહણ? આ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ પિતૃ પક્ષના પ્રથમ શ્રાદ્ધના દિવસે ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ થઈ રહ્યું છે. જેના કારણે લોકોના જીવન પર મોટી અસર પડશે. તો બીજીતરફ કેટલીક રાશિઓ માટે તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

આ રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએઃ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ રાશિચક્ર પર શુભ અને અશુભ પ્રભાવ પાડશે. તેમાંથી મેષ, સિંહ, મકર અને મીન રાશિના લોકો માટે આ ચંદ્રગ્રહણ નકારાત્મક સાબિત થઈ શકે છે. આ લોકોને અપમાન, આર્થિક નુકસાન અથવા અકસ્માતનો સામનો કરવો પડી શકે છે.

તેથી, ચંદ્રગ્રહણના દિવસે અને તે પછીના ૧૫ દિવસ સુધી થોડી સાવચેતી રાખો. જેમ કે, બિનજરૂરી રીતે કોઈની સાથે ના પડો, આર્થિક વ્યવહારો સમજી વિચારીને કરો. વાહન ચલાવતી વખતે સાવચેત રહો, ટ્રાફિકના નિયમો તોડવાની ભૂલ ન કરો.

ચંદ્રગ્રહણની અશુભ અસરોથી બચવાના ઉપાયઃ ચંદ્રગ્રહણ દરમિયાન સાવધાન રહો. દાન- પુણ્ય કરો. ઈષ્ટદેવનું સ્મરણ કરો. જરૂરિયાતમંદોને મદદ કરો. ગ્રહણ દરમિયાન બહાર ના નીકળવું. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)

Post Comment