આઠમે મહાશુભ યોગ, માં અંબા આપશે એટલી ધન- સંપત્તિ કે સાચવી નહીં શકે આ ચાર રાશિના લોકો!
શારદીય નવરાત્રીની મહાઅષ્ટમી ખૂબ જ ખાસ છે. આ વર્ષે તે વધુ ખાસ છે કારણ કે નવમી તિથિ પણ અષ્ટમીની સાથે એક જ દિવસે પડી રહી છે. તેવામાં એક જ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી તમને બેવડો લાભ મળશે. ૧૧ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ અષ્ટમી અને નવમી તિથિ એકસાથે ઉજવવામાં આવશે. તેમજ ઘણા વર્ષો પછી શારદીય નવરાત્રિ પર તેવા અનેક યોગો રચાઈ રહ્યા છે, જેને જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે.
મહાઅષ્ટમી પર ‘મહાયોગ’: આ વર્ષે મહાઅષ્ટમીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ અને બુધાદિત્ય યોગનો સંયોગ બની રહ્યો છે. અષ્ટમીના દિવસે આ ત્રણ યોગ બનવાનો સંયોગ દાયકાઓ પછી બની રહ્યો છે, જે ચાર રાશિ માટે અત્યંત ફાયદાકારક છે. જાણો આઠમ પર કઈ ચાર રાશિ પર માં અંબાની કૃપા થશે.
મેષ: મેષ રાશિના જાતકો માટે મહાઅષ્ટમી ખૂબ જ શુભ ફળ આપી શકે છે. આ લોકોને કોઈ સારા સમાચાર મળશે. ભાગ્ય તમારા પક્ષે રહેશે. સાથે જ વ્યાપારી લોકોને પણ ઘણો આર્થિક લાભ મળશે.
કર્કઃ કર્ક રાશિના જે લોકો લાંબા સમયથી નોકરી બદલવા માંગે છે તેઓ હવે નોકરી મેળવી શકે છે. તમને ઉચ્ચ પદ અને પૈસા પણ મળશે. ઘરમાં સુખ- શાંતિનું વાતાવરણ રહેશે.
કન્યાઃ કન્યા રાશિના લોકો માં અંબાની કૃપાથી ઉત્તરોત્તર પ્રગતિ કરશે. વેપારી વર્ગના લોકો મુસાફરી કરશે અને તેનાથી ફાયદો પણ થશે. રોકાણથી લાભ થશે. સારું વળતર મળશે.
મીન: મીન રાશિના લોકોને આ યોગથી માં અંબા ધન, પ્રતિષ્ઠા અને બધું પ્રદાન કરશે. વ્યાપારી દૃષ્ટિકોણથી, સમય સારો નફો લાવવાનો છે. નવી નોકરી મળી શકે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે, ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)
Post Comment