આઠમે મહાગોચર બનાવી રહ્યો લક્ષ્મી નારાયણ યોગ, અચાનક અમીર બનશે આ પાંચ રાશિના લોકો
આ વર્ષે શારદીય નવરાત્રિ જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ ખાસ છે. નવરાત્રિના પ્રથમ દિવસે શનિ ગ્રહ વક્રી થયા. ત્યાર બાદ ૯ ઓક્ટોબરે ગુરુ વક્રી થયા છે. તો બીજા દિવસે ૧૦ મી ઓક્ટોબરે બુધનું ગોચર થઈ ગયું છે. અષ્ટમી તિથિ ૧૦ ઓક્ટોબરથી જ શરૂ થશે. અષ્ટમીના દિવસે બુધ ગોચર કરશે અને તુલા રાશિમાં પ્રવેશ કરશે.
લક્ષ્મી નારાયણ યોગ તમને ધનવાન બનાવશેઃ બુધ ગોચર કરશે અને તુલા રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર ગ્રહ પહેલેથી જ પોતાની રાશિ તુલા રાશિમાં હાજર છે. આ કારણે તુલા રાશિમાં બુધ- શુક્રની યુતિ લક્ષ્મી નારાયણ યોગ બનાવશે. લક્ષ્મી નારાયણ યોગ વૃષભ અને તુલા રાશિ સહિત પાંચ રાશિના લોકોને ઘણો ફાયદો કરાવશે. એમ કહી શકાય કે તેમને માતાજીના વિશેષ આશીર્વાદ મળશે.
વૃષભઃ વૃષભના સ્વામી શુક્ર છે અને બુધ- શુક્રની યુતિના કારણે લક્ષ્મી નારાયણ યોગ રચાઈ રહ્યો છે અને આ રાશિના લોકોને ઘણો ફાયદો થશે. તમને તમારા મનપસંદ સ્થળ પર જવાની તક મળશે. કારકિર્દીની તમામ સમસ્યાઓ ઉકેલાઈ જશે અને તમે ખૂબ પ્રગતિ કરશો. તમારી ધન- સંપત્તિમાં વધારો થશે.
મિથુનઃ મિથુન રાશિના સ્વામી ગ્રહ બુધ છે. બુધ અને શુક્રના સંયોગથી બનેલો લક્ષ્મી નારાયણ યોગ આ રાશિના લોકોને આર્થિક લાભ કરાવશે. અટકેલા કામ પૂરા થશે. પરિવાર તરફથી તમને ખુશી મળશે. વિવાહ યોગ્ય લોકોના લગ્ન નક્કી થઈ શકે છે.
કન્યાઃ કન્યા રાશિના લોકોનું ભાગ્ય મહાઅષ્ટમીથી ચમકવા જઈ રહ્યું છે. માતાજી તમારી મનોકામના પૂર્ણ કરશે. કરિયરમાં સારી તકો મળશે. આવકમાં વધારો થશે. ભાગ્ય તમારા પક્ષે રહેશે. વિરોધીઓનો પરાજય થશે.
તુલા: બુધ અને શુક્રની યુતિને કારણે તુલા રાશિમાં જ લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે અને આ લોકોને મહત્તમ લાભ આપશે. ધન- સંપત્તિમાં વધારો થશે. મિલકત ખરીદી શકો છો. તમારું બેંક બેલેન્સ વધશે. રોકાણથી લાભ થશે. તમારી લોકપ્રિયતા વધશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
કુંભ: કુંભ રાશિના જાતકો માટે બુધનું ગોચર ઘણી બાબતોમાં રાહત આપનાર રહેશે. કાયદાકીય બાબતોમાં વિજય મળી શકે છે. કાર્ય સફળ થશે. દેવામાંથી રાહત મળશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળી શકે છે. વેપારીઓને ફાયદો થશે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે, ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)
Post Comment