રોજ રાતે સુતા પહેલા નીચે દર્શાવેલા કાર્યો જરૂર કરો ,જો આ કાર્યોને સુતા પહેલા જો રોજ કરવામાં આવે તો અચૂકથી ભાગ્ય ખુલી જાય છે અને બંધ કિસ્મતના તાળા ખુલી જાય છે અને જીવનમાં હમેશા પ્રગતિ જ મળે છે.અને એટલું જ નહિ દિમાગ પણ એટલું જ તાજગીભર્યું રહે છે.અને નસીબ હમેશા સાથ આપે છે.

સુતા પહેલા જરૂરથી કરો આટલા કાર્ય : જયારે પણ તમે જે પથારીમાં સુવો છો તેને હમેશા સ્વચ્છ રાખો.સમયાંતરે ચાદર બદલતા રહો.ક્યારેય પણ ગંદી કે મેલી  પથારીમાં ના સુવો. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સાફ-સુથરી ન હોઈ એવી મેલી-ઘેલી પથારીમાં સુવે છે એનું ભાગ્ય હમેશા સુતું જ રહે છે અને તેની સાથેજ તેને આર્થિક તંગીનો પણ સામનો કરવો પડે છે.

તે ઉપરાંત પથારી હમેશા સુન્દર,સુઘડ અને આરામદાયક તેમજ મુલાયમ હોવી જોઈએ જેના થી આપડી આંખો અને મનને ટાઢક મળે છે. સુતા પહેલા રોજ તમારી પથારી પાસે એક કપૂર ની ગોટી સળગાવી જોઈએ જેનાથી ઊંઘ સરસ આવે છે તેમજ નકારાત્મક ઉર્જા દુર થાય છે તેમજ તણાવ પણ દુર થાય છે.

તેમજ સુતા પહેલા માત્ર અને માત્ર સારી વાતોનો જ વિચાર કરવો જોઈએ.સુવાના કલાક પહેલા જ ટીવી તેમજ મોબાઈલ જેવા ઉપકરણોણે બંધ કરી દેવા જોઈએ.જો તમે સુતા પહેલા ઉપકરણોને તમારી જોડે રાખશો કે નકારાત્મક વિચાર કરશો તો તમે સારી ઊંઘ પ્રાપ્ત નહિ કરી શકો.

કહેવાય છે કે સુવાના ૧૦ મિનીટ પહેલા તમે જે પણ વિચારો એ સીધું અર્ધજાગ્રત મનમાં જતું રહે છે તદુપરાંત ઉઠ્યાના ૧૫ મિનીટ સુધીના વિચારો પણ સીધા અર્ધજાગ્રત મનમાં જતા રહે છે.અને તેથી જ તે સમય ખુબ સંવેદનશીલ ગણાય છે અને ત્યારે તમે જે પણ વિચારો છો તે ઘટના હકીકતમાં બનવા લાગે છે.

સુતી વખતે પગ  ક્યારેય પણ દક્ષિણ અને  પૂર્વ દિશા તરફ  ના રાખવા જોઈએ.તદુપરાંત દરવાજાની દિશામાં પગ ક્યારેય પણ ના રાખવા જોઈએ.પૂર્વ દિશામાં માથું રાખવાથી જ્ઞાનમાં વધારો થાય છે.અને દક્ષિણ માં માથું રાખવાથી સ્વાસ્થ્ય સરસ રહે છે અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

તેમજ સુવાના ૨ કલાક પહેલા જમી લેવું જોઈએ અને ક્યારેય પણ એંઠા મોઢે ના સુવું જોઈએ.સુતા પહેલા હમેશા પોતાના ઇષ્ટદેવને યાદ કરવા જોઈએ તેમજ કોઈ ભૂલ થઇ હોઈ તો તેની ક્ષમા માંગવી જોઈએ અને સૌનું ભલું થાય તેવી પ્રાર્થના કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *