સોશિયલ મીડિયા પર એક પોસ્ટ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે આ બોલિવૂડ સ્ટાર્સ, ફી જાણીને તમે ચોંકી જશો

બોલિવૂડના મોટાભાગના સ્ટાર્સ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલા રહે છે. સ્ટાર્સ વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ચાહકોને તેમની ક્ષણ-ક્ષણની માહિતી પહોંચાડે છે. જો કે, તે સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર ફેન્સ માટે જ નથી કરતા પરંતુ તેનાથી તેમને ઘણી કમાણી પણ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે બોલિવૂડ સ્ટાર્સને એક સ્પોન્સર્ડ પોસ્ટ માટે કરોડો રૂપિયા સુધીની ફી ચૂકવવામાં આવે છે. ચાલો તમને જણાવીએ કે કયો સ્ટાર એક પોસ્ટ માટે કેટલો ચાર્જ લે છે.

આલિયા ભટ્ટ: હાલમાં જ આલિયા ભટ્ટ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો આલિયા દરેક સોશિયલ મીડિયા પોસ્ટ એન્ડોર્સમેન્ટ માટે ૧- ૩ કરોડ રૂપિયા લે છે.

રણવીર સિંહ: રણવીર સિંહ ટૂંક સમયમાં જ રોહિત શેટ્ટીની કોમેડી ફિલ્મ ‘સર્કસ’માં જેકલીન ફર્નાન્ડીઝ અને પૂજા હેગડે સાથે રોમાન્સ કરતો જોવા મળશે. રણવીર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ માટે પણ તગડી રકમ લે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેતાને એક પોસ્ટ માટે ૩- ૫ કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે.

પ્રિયંકા ચોપરા: પ્રિયંકા ચોપરા ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડ સ્ટાર્સમાંની એક છે. પ્રિયંકા ભલે કેટલાક સમયથી હિન્દી ફિલ્મોથી દૂર હોય પરંતુ તેના ફેન ફોલોઈંગમાં કોઈ ઘટાડો થયો નથી. અભિનેત્રી દરેક સોશિયલ મીડિયા જાહેરાત માટે ૨- ૪ કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

દીપિકા પાદુકોણ: દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં ફિલ્મ ‘પઠાણ’માં જોવા મળશે. આ દિવસોમાં તે ફિલ્મના ગીત ‘બેશરમ રંગ’ને લઈને વિવાદોમાં ફસાયેલી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દીપિકા સોશિયલ મીડિયા પર જાહેરાત માટે ૭- ૧૦ કરોડ રૂપિયા લે છે.  (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ધ ગુજરાતી તેની પૃષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *