મહિલાએ બોસને કહ્યું, ‘એક કલાકની રજા જોઈએ છે’ બોસે પાડી ના, પછી આપવા પડ્યા બે કરોડ રૂપિયા..

મહિલાઓ માટે બાળકોની જવાબદારી સાથે નોકરી કરવી સરળ નથી. જોકે, મોટાભાગની કંપનીઓ આ દલીલ પર ધ્યાન આપતી નથી. આવું જ કંઇક બ્રિટિશ કંપની સાથે થયું છે. આ કંપનીએ તેની એક મહિલા કર્મચારીને દિવસમાં 1 કલાકની રજા આપવાનો ઇનકાર કર્યો હતો, જેના માટે તેઓએ મહિલાને તેના વાર્ષિક પેકેજ કરતાં વધુ વળતર ચૂકવવું પડ્યું હતું.

ડેઇલી મેલના અહેવાલ પ્રમાણે, એલિસ થોમ્પસન લંડન સ્થિત એક રિયલ એસ્ટેટ કંપનીમાં સેલ્સ મેનેજર હતા. તેને એક નાની છોકરી છે. આવા સમયમાં, તેમણે તેમની કંપની પાસેથી અઠવાડિયામાં 4 દિવસ સાંજે 6 ને બદલે સાંજે 5 વાગ્યા સુધી કામ કરવાની પરવાનગી માંગી હતી. કંપનીએ તેમની વાત ફગાવી દીધી હતી.

એલિસ થોમ્પસને તેના બોસને તેની સમસ્યા વિશે જણાવ્યું અને કહ્યું કે તેનું એક નાનું બાળક છે, જેને તે બાળ સંભાળમાં છોડી દે છે. તે બાળ સંભાળ સાંજે 5 વાગ્યે બંધ થતી હોવાથી, તેમને એક કલાક વહેલા, અઠવાડિયાના 4 દિવસ રજા આપવી જોઈએ. થોમ્પસનની દલીલને ફગાવી દેતા બોસે સ્પષ્ટ કર્યું કે એક કલાક વહેલું કામ પૂરું કરવું એ પાર્ટ-ટાઇમ જોબ ગણવામાં આવશે અને તેને આવી રજા આપવામાં આવશે નહીં.

બ્રિટિશ કંપની મેનોર્સ એસ્ટેટના ઇનકાર બાદ એલિસ થોમ્પસનને પોતાની નોકરી છોડવી પડી હતી. એલિસ થોમ્પસને એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ સમક્ષ આ ફરિયાદ કરી હતી અને થોમ્પસને કંપની પર જાતિગત ભેદભાવનો આરોપ લગાવતા કહ્યું હતું કે તે નથી ઇચ્છતી કે તેની દીકરીએ જે સહન કરવું પડે તે કોઈને સહન કરવું પડે.

ટ્રિબ્યુનલે એલિસ થોમ્પસનની દલીલો સ્વીકારીને મેનોર્સ એસ્ટેટ કંપનીના વર્તનને બેજવાબદાર માન્યું અને વળતર તરીકે 181,000 પાઉન્ડ એટલે કે લગભગ 2 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો. ટ્રિબ્યુનલે તેના ચુકાદામાં સ્પષ્ટ કહ્યું – ‘નર્સરી સામાન્ય રીતે સાંજે 5 વાગ્યે બંધ થાય છે, તેથી માતાને સાંજે 6 વાગ્યા સુધી કામ કરવા દબાણ કરવું સંપૂર્ણપણે ખોટું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *