ચાંદીને કેમ કહેવાય છે ‘મીરર ઓફ ધ સોલ’, જાણો તેનું મહત્વ..

ધરતી પર ઢગલાબંધ આશ્ચર્યજનક વસ્તુઓ અને જગ્યાઓ જોવા મળે છે. જેને જોઇને આપણને શાંતિ અને સુકુન મળે છે.તમને જણાવીએ કે ભૂમિ તેમજ દિશાઓના માધ્યમથી ઉત્પન્ન થતા ગુણ અને દોષ જાણવાના શાસ્ત્રને વાસ્તુશાસ્ત્ર કહે છે.જે ખુબ જ પ્રાચીન શાસ્ત્ર છે. દરેક ધર્મમાં તેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે.

સર્વ ધર્મોના ધર્મગુરુઓએ માનવ કલ્યાણ હેતુ શાસ્ત્રોનું સર્જન કર્યું છે.તેવી જ રીતે ભૂમિના પણ અનેક નામ છે જેમકે વેણુના પુત્ર પૃથુના નામ ઉપરથી પૃથ્વી નામ પડ્યું. તેમજ તેને ધાત્રી, ધરા,ધારીણી,અનંતા,વસુંધરા, વસુધા, બસુમતી,વિપુલા ક્ષમા, ક્ષિતી માતા વગેરે નામોથી ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં પૃથ્વીને લઈને કહેવામાં આવ્યું છે કે “માતા ભૂમિ: પુત્રો અહં પૃથ્વીયા”.

પૃથ્વીની આંચળમાં માની મમતા હોય છે.તેવી આપણા ધર્મગ્રંથોમાં માન્યતા છે. પૃથ્વીએ તેની અંદર અનમોલ ખજાનાઓનો ભંડાર છુપાઈને રાખ્યો છે. પછી ભલે તે સોનું, ચાંદી, હીરા, લોખંડ, તેમજ અન્ય ખનીજો હોય તે બધું જ પૃથ્વીમાંથી જ પ્રાપ્ત થાય છે. જળ અને ઇંધણ પણ પૃથ્વીમાં થી જ મળે છે.કોઈ પણ ચીજ એવી નથી કે જે આપણને પૃથ્વી પ્રદાન ના કરતી હોય. જેવીરીતે માં પોતાના બાળકોને બધી સુવિધા પ્રદાન કરે છે. તેવીજ રીતે પૃથ્વી આપણને બધું આપવાનું કામ કરે છે.

બસ વ્યક્તિએ માત્ર પુરુષાર્થ કરવાનો છે.એવું કશું જ નથી કે આ ધરતી પર થી મળવું અસંભવ છે.વાસ્તુશાસ્ત્રમાં ચાંદીનું એક વિશેષ સ્થાન માનવામાં આવે છે. આજકાલ તો તમારી ચાંદી જ ચાંદી છે વગેરે જેવી કહેવતો પણ પ્રચલિત છે.એવામાં આપણે પણ જાણીએ છીએ કે ધરા દ્વારા મેળવાતી ચાંદી માનવ જીવનમાં કેટલી મહત્વપૂર્ણ છે. તેના સિવાય શું છે ચાંદીના દાગીના પહેરવાના ફાયદા એ જાણીએ.

મેડીકલ સાયન્સે પણ ચાંદી વિશે ઘણું બધું દર્શાવ્યું છે. “જેમ્સ રે થેરેપી” માં જણાવ્યું છે કે શરીરમાં ચાંદીના આભુષણ પહેરવાથી ચાંદીનું અંગો જોડે સ્પર્શ થવાથી માનવીની નર્વસ સિસ્ટમમાં આરામ મળે છે.ચાંદીના ઉપયોગથી ડીપ્રેસન અને નર્વસનેસ નથી આવતું. શરીરમાં ઉત્પન્ન થતા ઝેરી તત્વોનો પણ ચાંદી નાશ  કરે છે. હેપેટાઈટીસ જેવા રોગો પણ મટવામાં ચાંદી મદદ કરે છે.

ચાંદીથી માનસિક રોગોમાં પણ ફાયદા થાય છે. ચાંદીમાં તમારા ભાવો વશ કરવાની શક્તિ છે. ચાંદીની ઊર્જાઓ સાગરની લહેરોના ઉતાર-ચઢાવને કાબુ કરવામાં સક્ષમ હોય છે.તેથી જ ,ચાંદી પહેરવાવાળા ના મનના ઉતાર-ચઢાવ માં ચાંદીનો સ્પર્શ સુકુન આપે છે. વિદ્વાનોએ ચાંદીને “મિરર ઓફ ધ સોલ” એટલે કે આત્મા નો અરીસો કહ્યો છે. તેનો મતલબ એ છે કે ચાંદીનો સ્પર્શ તમને તમારી અંદર ઝાંખવાની તક આપે છે.

સંત-મહાત્મા પણ ચાંદી ના પાત્રમાં ભોજન કરવાથી ઉર્જા પ્રાપ્ત થાય છે તેવું જણાવે છે. ચાંદીને ” સિલ્વર ફિલિંગ મેટલ” પણ કહે છે. ચાંદી ચંદ્રદેવની શુદ્ધ ધાતુ માનવામાં આવે છે.પ્રાચીન સમયમાં મકાનોના ખોદકામ વખતે સિક્કાથી ભરેલા ચાંદીઓના કળશ મળતા હતા. ભૂખંડના મધ્યમાં એટલે કે બ્રહ્મ સ્થાન પર સંસારી જીવ તેમના સામર્થ્ય અનુસાર ત્રણ, પાંચ કે સાત કળશ બિરાજમાન કરતા હતા.

જેને બિરાજમાન કરતા સમયે “ઓમ વાસ્તુ પુરુષાય નમઃ બોલીને બિરાજમાન કરતા હતા. કળશ બિરાજમાન કરવાનો ઉદેશ ધરતીની નકારાત્મક ઉર્જાઓને ચાંદી દુર કરી દેતી હતી.પ્રાચીન સમયમાં ચાંદીના વાસણમાં ખાવાનું ચલણ હતું. તે માત્ર ચલણજ નહિ પરંતુ વિજ્ઞાન પણ છે. ચાંદીના પાત્રમાં ભોજન ઉર્જાવાન બને છે.તેથી જ તમે તમારા જીવનમાં ચાંદી જ ચાંદી ઈચ્છો છો તો ચાંદીનો ઉપયોગ કરો. તેનાથી તમારા જીવનની સમસ્યાઓ દુર થશે અને માનસિક વિકાર પણ દુર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *