હિંદુ ધર્મમાં ભગવાનની પૂજા અને આરતી પછી પંચામૃત વહેચવાની આજથી નહિ પરંતુ સદીઓથી છે. આપણે પંચામૃત હાથમાં લઈએ છીએ અને ચાખીને માથે હાથ ફેરવી લઈએ છીએ. પરંતુ પંચામૃત શું હોય છે ? તેનું પૂજા-પાઠ પછી તેને વેચવાનું મહત્વ કેમ છે? શું તમે ક્યારેય તમે ક્યારેય વિચાર્યું છે? કદાચ ઘણા બધા લોકોને પંચામૃતનું ધાર્મિક મહત્વ ખબર હશે પરંતુ શું તમને ખબર છે સ્વાસ્થ્યની દ્રષ્ટિકોણથી પણ તે ખુબજ મહત્વ રાખે છે.

તે ઉપરાંત પંચામૃતમાં સમાવેશ થતા પાંચ તત્વો આપણને ભૌતિક સંસાર વિશે ઘણો મોટો સંદેશ આપે છે. તો ચાલો જાણીએ આ વિશે. આમ તો દરેક દેવી-દેવતાઓ માટે  અલગ-અલગ પ્રકારના પ્રસાદ અને ભોગનું ચલણ છે. પરંતુ ભારતીય સંસ્કૃતિ અને ધર્મશાસ્ત્રમાં પંચામૃતનું એમાં કૈક અલગજ સ્થાન છે. ચમચી ભરેલ પંચામૃત પણ મહાપ્રસદથી ઓછુ નથી હોતું.

એનું મહત્વ એટલું બધું છે કે મંદિરમાં લોકો પંચામૃતના પ્રસાદ માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે.કોઈકોઈ લોકો તો તેને ચરણામૃતણે પંચામૃત કહે છે અને કોઈ કોઈ પંચામૃતને ચરણામૃત કહે છે. પંચામૃત એટલે પાંચ પવિત્ર તત્વોનું મિશ્રણ. એ પાંચ તત્વોમાં દૂધ,દહીં,મધ,ઘી અને ગંગાજળનો સમાવેશ થાય છે.પંચામૃતનું સ્થાન પ્રસાદમાં વિશિષ્ટ સ્થાન છે. જેનાથી ભગવાનને અભિષેક પણ કરવામાં આવે છે.

પંચામૃતને અત્યંત સુભ માનવામાં આવે છે.અને તે સ્વાદીષ્ટ પણ હોય છે. પંચામૃતમાં જેટલા તત્વો રહેલા છે તે બધાને ૩૩ કરોડ દેવી-દેવતાઓની પૂજામાં અનિવાર્ય રૂપથી પ્રયોગમાં લેવામાં આવે છે. પંચામૃતના રસપાનથી વ્યક્તિના જીવનમાં સુખ,સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેમાં રહેવા દરેક તત્વનું પોતાનું આગવું મહત્વ છે. જેનાથી સંતતિ , જ્ઞાન, સુખ અને કીર્તિની પ્રાપ્તિ થાય છે.ચાલો જાણીએ પંચામૃતમાં પાંચ તત્વોનું શું છે જુદું-જુદું મહત્વ

દૂધ: દૂધ પંચામૃત નો પ્રથમ ભાગ હોય છે. દૂધ શુદ્ધતાનું પ્રતિક છે અર્થાત આપણું જીવન દુધની જેમ નિષ્કલંક હોવું જોઈએ. દુધથી રાજ્સુખ, સામાજિક સમ્માન ,પદ-પ્રતિસ્ઠા અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે.

દહી: દુધની જેમજ દહીં પણ સફેદ હોય છે. તેની વિશેષતા એ છે કે તે બીજાને પોતાના જેવા બનાવે છે. વળી દહીથી  આરોગ્યની સુખાકારી ,શાંતિ અને ભૌતિક સુખ પણ પ્રાપ્ત થાય છે.ઘી: ઘી સ્નેહનું પ્રતિક છે.તેનાથી સહુની જોડે મધુર સંબંધ બને છે. ઘી પારલૌકિક જ્ઞાન, અચલ સંપતિ ,સફળ કારોબાર પ્રાપ્ત થાય છે તેમજ માં લક્ષ્મીની કૃપા વરસે છે.

મધ: મધ મીઠું હોવાની સાથે શક્તિશાળી પણ છે. મધના પ્રયોગથી બેરોજગારીથી મુક્તિ મળે છે તેમજ શત્રુઓ પર વિજય મેળવી શકાય છે. મધની વિશેષતા એ છેકે તે જાળમાં રહેતું હોવા છતાં પણ આસાનીથી નથી મળતું.એવીજ રીતે મનુષ્ય એ પણ સંસારમાં રહેતા હોવા છતાં સંસારથી અલગ રહેવું જોઈએ. સંસારની ખરાબીઓને પોતાની અંદર સમાવવા ના દેવી જોઈએ.અને પોતાના સદ્ગુણોને બનાવી રાખવા જોઈએ.મધ આપણને એ જ સંદેશ આપે છે.

ગંગાજળ : ગંગાજળનું હિંદુ ધર્મમાં ખુબજ મહત્વ છે.આ પવિત્ર જળનો ઉપયોગ પંચામૃતમાં પણ કરવામાં આવે છે. ગંગાજળ મોહ, ક્રોધ અને અહંકારને શાંત કરવાનું કાર્ય કરે છે.

હવે આપ સમજી શકતા હશો કે કેવીરીતે માત્ર પંચામૃતના રસપાનથી કેટલા ગુણો ધારણ કરવાવાળી સામગ્રીનું આપડે સેવન કરીએ છીએ. એટલેજ તો કહેવાય છેકે સનાતન ધર્મમાં બતાવેલા લગભગ બધા જ અનુસ્ઠાન વૈજ્ઞાનિક રીતે કેટલી નજીક હોય છે.

પંચામૃતનું મહાત્મ્ય :હિન્દુધર્મમાં ભગવાનની આરતી પછી ભગવાનનું પંચામૃત આપવામાં આવે છે. હિન્દુધર્મમાં તેનું વિશેષ મહત્વ છે. તેને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે તેને કારણે જ તેને મસ્તિષ્કમાં લગાવ્યા પછી તેનું સેવન કરવામાં આવે છે.

પંચામૃત મંત્ર પંચામૃત સેવન કરતા સમયે દર્શાવેલ શ્લોક પણ વંચાય છે: અકાલમૃત્યુહરણ સર્વવ્યાધિવિનાશનમ વિશ્નુંપાદોદંક (પીત્વા પુનર્જન્મ ન વિદયતે) અર્થાત ભગવાન વિષ્ણુના ચરણોમાં અમૃતરૂપી જળ બધી જ પ્રકારના પાપોનો નાશ કરે છે. તે ઔષધી સમાન છે.અર્થાત પંચામૃત અકાળ મૃત્યુને દુર રાખે છે. બધા જ પ્રકારની બીમારીઓનો નાશ કરે છે.અને તેના રસપાનથી પુનર્જન્મ નથી થતો.

પંચામૃતના લાભ:પંચામૃતમાં કેલ્શિયમ ભરપુર માત્રામાં હોય છે જેના લીધે હાડકા મજબુત બને છે.પંચામૃતથી મગજ શાંત બને છે અને ગુસ્સો ઓછો આવે છે.તેમજ ભૂખ ના લાગવાની સમસ્યા દુર થાય છે અને ખાવાનું સરળતાથી હજમ થાય છે. આયુર્વેદ અનુસાર પંચામૃત શીતળ , પૌષ્ટિક અને કફનાશક હોય છે. પંચામૃત માં તુલસીના પાન નાખવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

એવું મનાય છે કે પંચામૃત હંમેશા તાંબાના પાત્રમાં આપવું જોઈએ. તાંબામાં રાખેલું પંચામૃત એટલું શુદ્ધ થાય છે કે તે અનેક બીમારીઓને દુર કરે છે તેમજ તેમાં ઉમેરેલ તુલસીના પાન તેની ગુણવત્તા વધુ ઉમેરે છે. પંચામૃત ગ્રહણ કરવાથી બુદ્ધિ તેમજ સ્મરણ શક્તિ વધે છે. તુલસીના રસથી ઘણા રોગ દુર થાય છે. અને તેનું જળ મસ્તિષ્કને શાંતિ પ્રદાન કરે છે. પંચામૃત અમૃતતુલ્ય હોય છે.તેનું નિયમિત સેવન કરવાથી શરીર રોગમુક્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *