જ્યારે ધીરુભાઈના ફોન પર નીતા અંબાણીને આવ્યો હતો ગુસ્સો અને કહી દીધું હતું કે, હું..

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને ભારતના સૌથી સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી મોટાભાગે પોતાની લકઝરીયસ લાઇફને લઈને ચર્ચામાં રહેતા હોય છે. આજે નીતા અંબાણી જે મુકામ પર છે ત્યાં સુધી પહોંચવા માટે સૌ કોઈ માત્ર કલ્પના જ કરી શકે છે. સૌથી ખાસ વાત તો તે છે કે ૧૯૮૫ ની પહેલા નીતા અંબાણીને કદાચ જ કોઈ ઓળખતું હશે, પરંતુ જયારે ૧૯૮૫ માં નીતાના લગ્ન મુકેશ અંબાણી સાથે થયા હતા તો તેઓ સૌ કોઈના ધ્યાનમાં આવી ગયા હતા.

લગ્ન પહેલા નીતા એક સાધારણ પરિવારમાં ઉછર્યા હતા, પરંતુ આજે તેઓ કરોડો રૂપિયાના માલિક છે. જો કે ઘણા ઓછા લોકોને તે અંગે જાણકારી હશે કે લગ્ન પહેલા નીતા અંબાણીએ તેમના સસરા ધીરુભાઈ અંબાણીને પ્રથમ વખત આવેલા ફોનમાં શું જવાબ આપ્યો હતો.

ધીરુભાઈ અંબાણીના ફોન પર આવ્યો હતો ગુસ્સો: હકીકતમાં વાત એવી છે કે ૧૯૮૪ માં જયારે ધીરુભાઈ અંબાણી પોતાના પત્ની સાથે બિરલા ફેમિલીના ફંકશનમાં ગયા હતા, તો તે ફંકશનમાં નીતા સતેજ પર ડાન્સ કરી રહ્યા હતા. નીતા તે સમયે ૨૦ વર્ષના હતા અને તેમના પિતા બિરલા ગ્રુપમાં નોકરી કરતા હતા.

ધીરુભાઈના પત્ની કોકિલાબેને જયારે નીતાને દેખ્યા તો તેમને તેઓ પસંદ આવ્યા, તેમણે પતિ ધીરુભાઈને કહ્યું કે તેઓ નીતાના લગ્ન પુત્ર મુકેશ સાથે કરાવવા માંગે છે. તમે તેમને વાત કરો. જયારે પ્રોગ્રામ ખત્મ થયો તો ધીરુભાઈએ ઓર્ગેનાઈઝર પાસેથી નીતાનો ફોન નંબર લઇ લીધો અને પછી તેઓ ત્યાંથી જતા રહ્યા.

ત્યારબાદ ધીરુભાઈએ નીતાને ફોન કર્યો અને આ ફોન નીતાએ જ ઉઠાવ્યો. તો ત્યાંથી ધીરુભાઈ અંબાણીએ કહ્યું કે તેઓ બોલી રહ્યા છે તો નીતાને લાગ્યું કે કોઈ મજાક કરી રહ્યું છે. તે દિવસોમાં નીતાની પરીક્ષાઓ ચાલી રહી હતી તેવામાં તેમને લાગ્યું કે કોઈ મજાક કરીને તેમનો સમય ખરાબ કરી રહ્યા છે.

ધીરુભાઈ અંબાણીએ એકવાર ફોન કર્યો અને નીતાએ ફોન ઉઠાવ્યો. ધીરુભાઈ અંબાણીએ ફોન પર કહ્યું- ‘હું ધીરુભાઈ અંબાણી બોલી રહ્યો છું’ આ સાંભળીને નીતા અંબાણી ગુસ્સે ભરાયા અને કહ્યું, ‘અને હું એલિઝાબેથ ટેલર બોલી રહ્યું ચુ’ અને ફોન કાપી દીધો.

ઓફિસમાં થઇ હતી વાતચીત: ત્યારબાદ ધીરુભાઈ અંબાણીએ ફરીથી નીતા અંબાણીને ફોન કર્યો. આ વખતે ફોન નીતા અંબાણીના પિતાજીએ ફોન ઉપાડી લીધો. ધીરુભાઈનો અવાજ સાંભળીને તેઓ તરત ઓળખી ગયા અને તેમના કહેવા પર પોતાની દીકરી સાથે વાત કરી. જયારે ધીરુભાઈએ નીતાને વાત કરી તો તેમણે તેમની ઓફિસે આવીને મળવાનું કહ્યું.

જયારે નીતા બીજા દિવસે ધીરુભાઈ અંબાણીને મળવા માટે તેમના ઓફિસે ગયા તો ઘણું સારું લાગ્યું. ધીરુભાઈએ નીતાને ઘણા સવાલ પૂછ્યા, જેમ કે તે શું ભણી રહી છે, કઈ બાબતમાં રસ છે. ધીરુભાઈ નીતાને પોતાની પુત્રવધુ બનાવવા ઈચ્છતા હતા, પરંતુ તેમણે આ માટે નીતાને કોઈ દબાણ રાખવા ના કહ્યું. આ કારણથી તેમણે ઓફિસમાં નીતા જોડે આ અંગે કોઈ વાત ના કરી અને તેમને મળવા માટે ઘરે બોલાવ્યા.

પહેલી નજરમાં એકબીજાને પસંદ કરી ચુક્યા હતા નીતા-મુકેશ: ધીરુભાઈ અંબાણીના કહેવા પર નીતા જયારે તેમના ઘરે પહોંચ્યા તો સંજોગોથી જ તે વખતે દરવાજો મુકેશ અંબાણીએ ખોલ્યો. નીતા અને મુકેશે જયારે એકબીજાને જોયા તો પહેલી જ નજરમાં પસંદ કરી લીધા.

તેવામાં મુકેશ અંબાણીએ નીતા અંબાણીની સાથે સમય વિતાવવાનો શરુ કર્યો. મુકેશ અંબાણી ઘણા અમીર હતા, પરંતુ નીતા તો સાધારણ પરિવારના જ હતા. મુકેશ તેમને મળવા મોંઘી ગાડીઓ લઈને આવતા હતા, પરંતુ એકવાર નીતાના કહેવા પર તેમણે તેમની સાથે બેસ્ટ બસમાં સફર કરી અને ઘણીવાર આ મુલાકાતો બસમાં જ થઇ.

એક વખત બન્ને એક સાથે ગાડીમાં બેસીને બેડર રોડ પર જઈ રહ્યા હતા. મુકેશ અંબાણીએ નીતાને લગ્ન માટે પ્રપોઝ કરવા માટે રેડ લાઈટ પર તેમની ગાડી રોકી અને નીતાની સામે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો અને કહ્યું કે જ્યાં સુધી તેઓ જવાબ નહી આપે ત્યાં સુધી તેઓ ગાડી આગળ નહીં વધારે.

ત્યારબાદ નીતાના ચહેરા પર હાસ્ય છવાઈ ગયું અને તેમણે લગ્ન માટે હાં કહી દીધી: ત્યારબાદ ૧૯૮૫ માં બન્નેના લગ્ન ગુજરાતી રીતી રીવાજ સાથે થઇ ગયા. જો કે લગ્ન કરતા પહેલા નીતાએ અંબાણી પરિવારની સામે શરત રાખી હતી કે તેઓ પહેલા પોતાનું ભણવાનું પૂરું કરશે. અંબાણી પરિવારે તેમની આ શરતને માની લીધી.

નીતાએ પહેલા પોતાનું ભણવાનું પૂરું કરી લીધું અને પછી મુકેશ અંબાણી જોડે લગ્ન કર્યા. આજે અંબાણી પરિવાર ભારતનો સૌથી અમીર પરિવાર છે. મુકેશ નીતાએ પોતાના બન્ને બાળકો ઇશા અને આકાશના લગ્નમાં ઘણી ધામધૂમ કરી હતી જેમાં મોટા રાજ્નેતોથી લઈને બોલીવુડ અને હોલીવુડના સ્ટાર્સ પણ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *