સનાતન ધર્મમાં ભગવાનની પૂજા-પાઠ દરમિયાન ચંદન,ફુલ,ફળ વગેરે ચડાવવામાં આવે છે પરંતુ અમુક સમયે ભક્તો ધર્મસંકટમાં પણ મુકાઈ જાય છે કે તેમની એક ભૂલ પણ તેમણે તેમાં ભારે પડી શકે છે. આપણા ધર્મમાં પૂજા-પાઠ દરમિયાન પુજારી ઘણીવાર ભક્તોને ભગવાનને ચડાવેલા ફુલ આપતા હોય છે.

જેને ભક્તો પણ પ્રસાદી માનીને પોતાની પાસે રાખતા હોય છે. અને તેને ભગવાનના આશીર્વાદ માનીને ઘરે પણ લાવે છે પરંતુ જયારે તે ફુલ સુકાઈ જાય ત્યારે લોકો દુવિધામાં મુકાઈ જતા હોય છે.કે હવે આ સુકાઈ ગયેલા ફુલનું શું કર્રવું. તેઓ એ વાત થી ડરતા હોય છે કે જો એ સુકાઈ ગયેલ ફુલ ક્યાય પણ નાખવામાં આવે તો તેનાથી દોષ ઉત્પન્ન થઇ શકે છે.અને તેનાથી આપણને સજા પ્રાપ્ત થાય છે.

ધાર્મિક માન્યતા અનુસાર જો ફૂલને ગમે ત્યાં નાખી દેવામાં આવે તો તેનાથી પાપ લાગે છે. એટલા માટે જ એક જ્યોતિષીના અનુસાર આ સુકાઈ ગયેલા ફૂલોણે તમે ઘરમાં સંભાળીને રાખી શકો છો.તેને ઘરની તિજોરીમાં એક કાગળ કે કપડામાં મુકીને રાખવા જોઈએ

અથવા તો ઘરમાં જ્યાં ઘરેણા પડ્યા હોય ત્યાં પણ તમે એ ફૂલોને રાખી શકો છો. તે ઉપરાંત તે ફૂલોને તમે જે મંદિરમાંથી લીધા હોય તે મંદિરમાં જ કોઈ વ્રુક્ષ આગળ કે છોડ કે કુંડામાં પરત મૂકી દેવા જોઈએ તેમજ તે ઉપરાંત તે ફૂલોને તમે વહેતા પાણીમાં પણ પધરાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *