સનાતન ધર્મમાં આમતો ટોટલ ૩૩કરોડ દેવી-દેવતાઓ માનવામાં આવે છે પરંતુ તેમાંથી મુખ્ય દેવોને તેમના વાર પ્રમાણે સ્થાન આપવામાં આવ્યું છે એટલે કે સપ્તાહનો એક એક દિવસ ધર્મ અનુસાર કોઈને કોઈ દેવી-દેવતાઓને સમર્પિત કરવામાં આવ્યો છે. શાસ્ત્ર અનુસાર દરેક દેવી-દેવતાઓ ણે કોઈને કોઈ ચીજ અત્યંત પ્રિય હોય છે.

માન્યતા અનુસાર નિશ્ચિત દિવસે નિશ્ચિત દેવી-દેવતા ની જો પૂજા કરવામાં આવે તો તેનાથી ઘણા બધા લાભ થાય છે સાથે જ તે દેવી-દેવતા અત્યંત પ્રસન્ન થાય છે. તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક દેવી-દેવતાઓને કોઈને કોઈ ચીજ વસ્તુ અત્યંત પ્રિય હોય છે જેથી જ તેને પણ તેમને સમર્પિત વાર સાથે જોડવામાં આવે છે.

જાણો સપ્તાહમાં કયો વાર કયા દેવી-દેવતાઓને સમર્પિત છે તે વિશેસોમવાર: ભવાન શંકરનો વાર ગણાય છે :કારક ગ્રહ ચંદ્ર  , રંગ સફેદ ,ચીજ: દૂધ દહીં, ગંગાજળ, બીલીપત્રમંગળવાર: હનુમાનજી અને માં દુર્ગા ,ગ્રહ: મંગળ અને રંગ: પીળો અને કેસરી , હનુમાનજીને ચડાવવામાં આવતી ચીજ  : લાડવો અને સિંદુર તેમજ માં દુર્ગાને ચડાવાતી ચીજ: ગુલાબ સિવાય અન્ય લાલ રંગના ફુલબુધવાર: ગણપતિજી , ગ્રહ: બુધ, રંગ: લીલો, ચીજ: દુર્વા અને મોદક

ગુરુવાર: શ્રી વિષ્ણુ અને માં સરસ્વતી , ગ્રહ: ગુરુ, રંગ: પીળો અને સફેદ , ચીજ: ભગવાન વિષ્ણુને ચડાવવામાં આવતી ચીજ : પીળા વસ્ત્રો, પીળા ફુલ અને પીળા રંગની મીઠાઈ તેમજ માં સરસ્વતીને ચડાવવામાં આવતી વસ્તુઓ:  સફેદ વસ્ત્રો

શુક્રવાર : માં લક્ષ્મી અને માં દુર્ગા: ગ્રહ: શુક્ર , રંગ: ગુલાબી અને લાલ , ચીજો:  બંને માતાની પૂજા અને આરતી કરવામાં આવે છે અને બંનેમાં લાલ રંગનું અધિક મહત્વ છે.શનિવાર: હનુમાનજી અને શનિદેવ: ગ્રહ: શની ,રંગ : કાળો , ચીજો: શનિદેવ તેમજ હનુમાનજીણે તેલ ચડાવવામાં આવે છે તેમજ આ દિવસે આસમાની રંગના કપડાનું વિશેષ મહત્વ છે.

રવિવાર: સૂર્યદેવ, ગ્રહ : સૂર્ય, રંગ: કેસરિયો ,ચીજો: સૂર્યદેવને જળ ચડાવવામાં આવે છે અને એ દિવસે મીઠાઈનું ખુબ મહત્વ છે તેમજ લાલ રંગના કપડાનું પણ મહત્વ રહેલું છે.માટે જ આ વાર મુજબ દર્શાવેલ રંગ અને ચીજ-વસ્તુઓને ધ્યાનમાં લઈને તેમણે સંપ\ર્પિત દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે તો તેનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *