જેને વેઈટરની નોકરીને લાયક પણ ના સમજ્યો, તેણે ઉભું કરી દીધું હોટલોનું સામ્રાજ્ય.. વાંચો

તે કોઈ નવી વાત નથી કે જો ગરીબી પાછળ પડી જાય, તો દુર સુધી પીછો કરે છે. અક્ષમતા અને અકુશળતા જેવી કમીઓ સામાન્યપણે ગરીબીમાં જ ખાતર પર દીવા કરાવતી હોય છે. તે ગરીબ વેઈટરની ઉંમર જ શું હતી, માત્ર ૧૫ વર્ષ.

બ્રિગ શહેરમાં એક સાધારણ હોટલમાં વેઈટર હતો. દેહાતથી આવેલા એ છોકરાથી ભૂલો એવી થતી હતી, જેમ કિશોર વયમાં ધ્યાન ભટકી જતું હોય છે. જેટલી વાત ચૂક થતી, ધ્યાન ભટકી જતું હતું એટલી જ વખત ઠપકો પણ સંભાળવો પડતો હતો.

સમજાવવાવાળા પણ ઓછા નહોતા પરંતુ તે સમજી શકવા સક્ષમ નહોતો.

તું કોઈ હોટલ માટે બન્યો જ નથી

પછી એક દિવસ તેવો પણ આવ્યો, જયારે એક ગ્રાહકનો ઓર્ડર પૂરો કરવામાં મોટી કમી રહી ગઈ અને હોટલ માલિક ગુસ્સે ભરાઈ ગયા. તે છોકરાને સામે ઉભો રાખીને કહ્યું, બેવકૂફ, નીકળી જા અહિયાંથી. તને નોકરીથી અત્યારે જ કાઢી મુકવામાં આવે છે.

એક પછી એક ભૂલોમ ઘણું થયું. તને ઘણો સમજાયો પરંતુ તારું કઈ ના થઇ શક્યું. તું આ હોટલ તો શું, કોઇપણ હોટલ માટે બન્યો જ નથી. આ ક્ષેત્ર માટે તું એકદમ નકામો છો, અહિયાં તારો ગુજારો ના થઇ શકે.

આ ક્ષેત્ર એક અલગ જ ભાવ અને લગાવની ડીમાંડ રાખે છે, પરંતુ તને આ વાત શું સમજાશે? જતો રહે જા, ફરી ક્યારેય તારું મોઢું ના બતાવતો.

ઠપકો તો પહેલા પણ નહોતો મળતો, પરંતુ આટલા ભારે ઠપકાથી તે છોકરો શોકગ્રસ્ત થઇ ગયો. તેણે ભૂલવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ રહ્યો. તકલીફ એવી નહોતી કે તરત જ બીજી નોકરી મળી જાય.

ચર્ચથી કેટલુક વાંચીને નીકળ્યો હતો, તો ત્યાં જ સેવા કરવા પહોંચી ગયો. લાયકાત અને સમજદારી પર એવા સવાલ ઉઠ્યો કે તેનું મન કાયમ કચવાયા કરતું. તે હોટલના માલિકના વેણ વારે વારે યાદ આવતા હતા.

ગરીબ ખેડૂત પરિવારથી આવતો હતો, પોતાના પિતાનો સૌથી નાનો અને ૧૩ મો સંતાન. ગામ તેમજ ખેતીમાં પરત ફરવાનો કોઈ ચાન્સ નહોતો. ધીમે ધીમે સમજવા લાગ્યો કે મહેનત અને લગન સિવાય બધું જ અશક્ય છે.

તેણે પોતાની એક એક કમીઓ પર ધ્યાન આપવાનું શરુ કર્યું. ક્યારે ઠપકો મળ્યો, ક્યારે વખાણ થયા. મનોમન નક્કી કરી બેઠો હતો કે નોકરી એવી રીતે કરો કે કોઈ છીનવી ના શકે.

કામકાજના હિસાબના ચોપડામાં કોઈ દાગ ના લાગે. હવે તે પોતાને સાબિત કરવાની તક શોધવા લાગ્યો. મનમાં તે વાત બેસી ગઈ કે જે હોટલ ઉદ્યોગ માટે તેને નકામો કહી દેવાયો હતો, તેમાં જ પોતાને સાબિત કરવાનો છે.

તે વર્ષ ૧૮૬૭ નું હતું, તેને ખબર પડી કે પેરિસમાં એક મોટું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજાવાનું છે. દુનિયાભરથી મહેમાનો આવશે, રેસ્ટોરાં અને હોટલોને મોટાપાયે મજૂરોની જરૂર પડશે. ૧૫ વર્ષનો તે છોકરો પોતાના ગામ- દેશ સ્વીત્ઝરલૅન્ડથી ઘણો દુર પોતાને સાબિત કરવા ફ્રાંસ પહોંચી ગયો.

પેરીસની એક હોટલમાં સહાયક વેઈટરની નોકરી મળી ગઈ. નવી મળેલી જીંદગીમાં પોતે નક્કી કરેલું લક્ષ્ય પૂરું કરવાનું હતું. સેવા તેવી કરો કે અનમોલ મુસ્કાનથી જવાબ મળે. સામે જે આવ્યાં તેમને એવો અહેસાસ કરાવી દો કે તે એકદમ ખાસ છે.

ગ્રાહકની એક એક જરૂરીયાતને સમયથી પહેલા પૂરી કરવાના પ્રયત્ન કરો. તે છોકરાને સફળતા મળી ગઈ, મેનેજરના પદ સુધી પહોંચી ગયો. માત્ર ચાર વર્ષમાં પેરિસમાં ઓળખાણ ઉભી થઇ ગઈ. લોકો તેને સેઝાર રીત્ઝના નામથી ઓળખવા લાગ્યા.

એકથી એક વિદ્વાનો, ગુણવાનો, રઈસો સામે તેને પડકારો ઉભા થયા. જે પણ સંપર્કમાં આવ્યું, સેવા -સત્કાર જોઈને અભિભૂત થઇ ગયું. સેઝારે પોતાના મહેમાનોના તમામ સારા ગુણોને પોતાના વ્યવહારમાં ઉતારી લીધા.

એકાદ વખત તો તેવું પણ થયું કે રઈસોથી મિત્રતાની કિંમત- નોકરી ગુમાવીને ચૂકવવી પડી. યોગ્યતા તેવી હતી કે બીજી નોકરી સરળતાથી મળી જતી હતી.

સારી સેવાના ક્રમની સાથે જ સારા સેવાભાવી વેઈટરો, મેનેજરોની ટીમ વધતી જતી ગઈ. રેસ્ટોરાં અને હોટલ વ્યવસાયમાં સ્વાદની ભૂમિકા મહત્વની હોય છે,

તો તે સમય દરમિયાન સૌથી સારા રસોઈયા અગ્સ્તે સ્કોફેયરને તેમણે હમેશા માટે પોતાના સૌથી સારા મિત્ર બનાવી લીધા. પછી ચાલ્યો પોતાની હોટલ, રેસ્ટોરાં ખોલવાનો અથાક સફળ ક્રમ.

તો એવું હોય છે, પોતાને સુધારીને ઉભા થવાનો જોશ, ઝનુન અને ઝ્ઝ્બો. આપણે ભૂલી ના શકીએ કે જે સેઝાર રીત્ઝને હોટલ ઉદ્યોગ માટે યોગ્ય કહી દેવામાં આવેલો.

આજે તેના સમૂહ પાસે દુનિયાના ૩૦ દેશોમાં ૧૦૦ થી વધારે હોટલ અને ૨૭,૬૫૦ થી વધારે શાનદાર રૂમો છે. હોટલોની દુનિયામાં આજેપણ તેને કહેવામાં આવે છે, ‘હોટલવાળાઓનો રાજા અને રાજાઓનો હોટલવાળો.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *