વ્યક્તિના શરીરમાં બધાજ વિટામીનની જેમ જ વીટામીન C ની માત્રા જળવાઈ  રહેવી ખુબ જરૂરી છે.ઘણીવાર આપણે તેને ખાવામાં લઈએ છીએ પરંતુ કોઈ કોઈ વાર શરીરમાં તેની કમી થઇ જાય છે. જો તમે સ્મોકિંગ કરતા હોવ કે શરાબ પિતા હોય અથવા ભોજન સરખું ના લેતા હોય એ વખતે તમારા શરીરમાં વિટામીનC ની કમી સર્જાતી હોય છે. જેથી એ વખતે તમારે ડોક્ટરની સલાહ પર વિટામીનC યુક્ત ચીજવસ્તુઓ લેવી પડે છે.

તમને જણાવીએ કે સામાન્ય રીતે પુરુષોને રોજ ૯૦ મીલીગ્રામ અને સ્ત્રીઓને ૭૫ મિલિગ્રામ વિટામીનC ની જરૂર પડતી હોય છે. જો તે શરીરને પૂરતા પ્રમાણમાં ના મળે તો ઘણી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. સ્કીનના કોલીજનના નિર્માણ માટે વિટામીન C ની જરૂર પડે છે.

તે એક પ્રકારનું પ્રોટીન હોય છે જે સ્કીનને તેજીથી રિપેર કરે છે અને વિટામીન C ની કમી સર્જાતા તે સફેદ રક્ત કોશિકાઓ સરખીરીતે કાર્ય કરી શકતી નથી. વિટામીન C માં એંટીઓકશીડેંટ હોય છે જે આંખોને સુરક્ષિત રાખે છે જો તમે રોજ વિટામીન C લો છો તો તમને મોતિયાની બીમારી થઇ નથી. તેમજ સાંધામાં દુખાવો, હાડકા નબળા પાડવા વગેરે પણ વિટામીન C ની કમીનું જ એક કારણ છે.

એક શોધ મુજબ જે લોકોને પેઢામાં અને નાકમાંથી રક્ત વહેતું હોય છે તેમણે બે સપ્તાહ સુધી વિટામીન C યુક્ત ફળોનું શેવન કરવું જોઈએ જેનાથી તેમની આ સમસ્યામાં રાહત મળી શકે છે.

સ્કીન રૂખી, નિસ્તેજ થઇ જાય તો તે વિટામીન C ની કમી ના લક્ષણ ગણી શકાય છે. જો શરીરમાં થાકોડો રહેતો હોય, ગુસ્સો આવતો હોય તે વખતે તમારે ખોરાકમાં વિટામીન C ની માત્રા  વધારવી જોઈએ. તેમજ જો તમને શરદી, તાવ, ઉધરસ, ઇન્ફેકશન વગેરે રહેતું હોય તો તે પણ વિટામીન C ની કમી જ હોઈ શકે છે.

જો તમારું વજન અચાનક વધવા માંડ્યું હોય તો તે પણ વિટામીન C ની કમી ના લક્ષણ હોય શકે છે.એક રીસર્ચ પ્રમાણે વજન અને વિટામીન C એકબીજા જોડે એવી રીતે જોડાયેલા હોય છે કે જો શરીરમાં વિટામીન C હોય તો તે ચરબીને એનર્જીમાં બદલી નાખે છે પરંતુ વિટામીન C ની કમી હોય તો પેટની આસપાસ ચરબીનું પ્રમાણ વધી જાય છે.

તે માટે જ તમારે લીંબુ, કેપ્સીકમ, ચેરી, ઓરેન્જ, બ્રોકોલી વગેરેને રોજીંદા ખોરાકમાં શામેલ કરવા જોઈએ જેનાથી શરીરમાં વિટામીન C ની માત્રા જળવાઈ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *