તુલસીનું સનાતન ધર્મમાં ખુબજ મહત્વ રહેલું છે.તુલસી વિશે એવી માન્યતા છે કે સમુદ્રમંથન વખતે જે અમૃત ધરતી પર ઉછળેલ તેમાંથી તુલસીની ઉત્ત્પત્તિ થઇ.શાસ્ત્રોમાં તુલસીને પવિત્ર અને પૂજનીય તેમજ દેવી સ્વરૂપ ગણવામાં આવે છે. તેમજ ઘરમાં તુલસીનો છોડ ઉગાડવો ખુબ હિતકારી ગણવામાં આવે છે.

તુલસીના છોડને ઔષધીય છોડ પણ ગણવામાં આવે છે.તેમજ સનાતન ધર્મથી તુલસીના છોડને પૂજવામાં આવે છે.પૌરાણિક સમયથી આધુનિક સમયમાં પણ તુલસીને અત્યંત મહત્વનો છોડ ગણવામાં આવે છે. તુલસીના છોડને હિંદુ ધર્મમાં ખુબજ શુભ અને લાભદાયી ગણવામાં આવે છે. હિંદુ સંસ્કૃતિ પ્રમાણે મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ જોવા મળે છે.

લોકો ખુબ જ શ્રદ્ધાથી સવારે અને સાંજે તુલસીની પૂજા કરે છે.જયારે ઘરમાં કોઈ પણ ધાર્મિક કાર્ય હોય તો પણ તેમાં તુલસીનો ઉપયોગ થાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર તુલસીને ઘરમાં ઉગાડવાથી દેવી-દેવતાઓની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે. તેમજ આર્થિક લાભ પણ પ્રાપ્ત થાય છે. તુલસી વિશેના કેટલાક નીત્મો શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે જો તેનું પાલન કરવામાં આવે તો તુલસીની કૃપા કાયમ બની રહે છે.

ધાર્મિક મહત્વ: હિંદુ ધર્મના દરેક ગ્રંથોમાં તુલસીનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.માન્યતા અનુસાર તુલસીના પાન સિવાય ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણની કોઈ પૂજા પૂરી થતી નથી. જો ઘરમાં તુલસીનો છોડ ઉગાડવામાં આવે અને તેની ખુબ સરસ દેખભાળ કરવામાં આવે તો પુરાણો પ્રમાણે પાછલા જન્મના બધા પાપ ધોવાઈ જાય છે.

તે સિવાય મૃત્યુ સમયે ગંગાજળ સાથે તુલસીનું પાન આપવામાં આવે તો પુરાણો અનુસાર આત્માને સ્વર્ગ અને શાંતિની પ્રાપ્તિ થાય છે.તુલસીના પાન અને ગંગાજળ ક્યારેય વાસી થતા નથી. જે ઘરમાં તુલસીની પૂજા રોજ થાય છે ત્યાં યમદૂત નથી આવતા ણે સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

વૈજ્ઞાનિક મહત્વ: શરીરમાં ઉર્જાનો પ્રવાહ તુલસીના સેવનથી નિયંત્રિત રહે છે.સાથે જ વ્યક્તિની વયમર્યાદા પણ વધે છે.તુલસીમાં એન્ટી બેકટેરીયલ,   એન્ટી ફંગલ અને એન્ટીબાયોટીક ગુણો  રહેલા છે.જેથી વ્યક્તિ તેના સેવન થી સ્વસ્થ રહે છે.તુલસી સર્દી-ખાંસી અને ઉધરસમાં ખુબ ફાયદાકારક છે.તુલસીના છોડથી વાતાવરણ શુદ્ધ રહે છે. તુલસીનો છોડ જે ઘરમાં હોય તે ઘરમાં વાસ્તુદોષ રહેતો નથી. ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં તુલસીનો છોડ ઉગાડવો શુભ ગણાય છે.

ક્યારેય પણ દક્ષિણ ખૂણામાં તુલસીનો છોડ ઉગાડવો જોઈએ નહિ. કેમકે તેનાથી દોષ ઉત્તપન થાય છે. તુલસીને ક્યારેય દાંતમાં ચાવવું ના જોઈએ.જેનાથી દાંત ખરાબ થાય છે કેમકે તુલસીના પત્તામાં પારા હોય છે.

તુલસીના છોડ વિશેના નિયમો: ધાર્મિક પુસ્તકો  અનુસાર તુલસીની ઘરમાં રોજ પૂજા કરવી જોઈએ. તુલસીને રોજ જળ ચડાવવું જોઈએ.તેમજ સાંજના સમયે તુલસીને દીવો કરવો જોઈએ. જે ઘરમાં તુલસીનો છોડ હોય તે છોડ કોઈ જ દિવસ સુકાવો ના જોઈએ.તેને સમયસર રોજ પાણી પાવું જોઈએ.જો ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો ઘરમાં ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.જો ઘરમાં તુલસી સ્વસ્થ હશે તો પરિવાર પણ સ્વસ્થ રહેશે.

સ્ત્રીઓએ માસિક દરમિયાન તુલસીના છોડ થી દુર રહેવું જોઈએ. જો તે સમય દરમિયાન તે સ્ત્રી તુલસીને અડશે તો તેને પાપ લાગશે અને છોડ પણ મુરજાઈ જશે. તેમજ ચંદ્રગ્રહણ, રવિવાર કે એકાદશીના દિવસે તુલસીના પાન તોડવા જોઈએ નહિ. તે  ઉપરાંત સાંજના સમયે પણ તુલસીના પાન તોડવા જોઈએ નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *