આજનું રાશિફળ ૨૫ જાન્યુઆરી બુધવાર, ગણેશજીના આશીર્વાદથી છ રાશિને મળશે મહેનતનું ફળ

Advertisements
Advertisements

મેષ: શૈક્ષણિક કાર્યોમાં વ્યવધાન આવી શકે છે. મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસમાં કમી આવશે. પારિવારિક જીવન સુખમય રહેશે. સંતાનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પરિવારમાં આપસી મતભેદ થઈ શકે છે.

વૃષભ: માતાનો સહયોગ મળશે. તમારા ખર્ચમાં વધારો થશે. બિનજરૂરી ગુસ્સો અને વિવાદ કરવાથી બચો. પરિવારનો સાથ મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો. વાણીમાં મધુરતા રહેશે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.

મિથુન: સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો. પરિવારમાં બિનજરૂરી વિવાદો કરવાથી બચો. ઘર- પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. વ્યવસાયની સ્થિતિમાં સુધારો આવશે.

કર્ક: ભાઈઓ સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા કરી શકો છો. તમારી ભાવનાઓને નિયંત્રણ રાખો. નોકરીમાં પ્રગતિના અવસર મળી શકે છે. તમારી આવકમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં વધારો થઈ શકે છે.

સિંહ: નોકરીમાં કોઈ વધારની જવાબદારી મળી શકે છે. મન અશાંત રહેશે. વાણીમાં મધુરતાનો પ્રભાવ રહેશે. નોકરીમાં અધિકારીઓ સાથેના વિવાદથી બચો. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે પરંતુ માનસિક તણાવ પણ થઈ શકે છે.

કન્યા: નોકરીમાં પ્રગતિના અવસર મળી શકે છે. તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. બિનજરૂરી ગુસ્સાથી બચવાનો પ્રયાસ કરો. નોકરીમાં સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે. મન અશાંત રહેશે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

તુલા: શૈક્ષણિક કાર્યોમાં ધ્યાન આપો. કોઈ મિત્રના સહયોગથી નોકરીની તકો મળી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન આપો. મન પરેશાન રહેશે. ધીરજ બનેલી રાખવાનો પ્રયાસ કરો. ઉચ્ચ શિક્ષણ અથવા શૈક્ષણિક કાર્યો માટે વિદેશ યાત્રા થઈ શકે છે. યાત્રા લાભદાયક રહેશે. ઘર- પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે. માતા- પિતાનો સાથ મળશે.

વૃશ્ચિક: આત્મનિર્ભર રહો. ધીરજ બનેલી રાખવાના પ્રયાસ કરો. શૈક્ષણિક તેમજ રીસર્ચના કાર્યોમાં સુખદ પરિણામ મળશે. વ્યવસાયથી આવકમાં વધારો થઈ શકે છે. નોકરીમાં પ્રગતિ મળશે. જવાબદારીઓ વધી શકે છે. માનસિક શાંતિ રહેશે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે. વ્યવસાયને ગતિ મળશે. ભાઈઓનો સાથ મળશે.

ધન: વાણીમાં મધુરતા આવશે. મનમાં ઉતાર- ચડાવ રહેશે. સંતાનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આવક ઓછી અને ખર્ચ વધુ એવી સ્થિતિ થઈ શકે છે. ભાગદોડ વધુ રહેશે. દામ્પત્ય સુખોમાં વધારો થશે. પારિવારિક જવાબદારી વધી શકે છે. માતાનો સાનિધ્ય મળશે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. ઘર- પરિવારમાં ધાર્મિક કાર્ય થશે. વસ્ત્રો પર ખર્ચ વધી શકે છે.

મકર: આત્મવિશ્વાસ ભરપૂર રહેશે પરંતુ મન અશાંત રહેશે. કળા તેમજ સંગીત પ્રત્યે રૂચી વધી શકે છે. કોઈ મિત્રના સહયોગથી આવકમાં વધારો થઈ શકે છે. ધાર્મિક સંગીતમાં રૂચી વધી શકે છે. ઘર- પરિવારમાં ધાર્મિક કાર્ય થશે. કોઈ વ્યવસાય માટે મિત્રનો પ્રસ્તાવ મળી શકે છે. ધાર્મિક કાર્યોમાં વ્યસ્તતા રહેશે. પરિશ્રમ વધુ રહેશે.

કુંભ: બિનજરૂરી ગુસ્સાથી બચો. મન પરેશાન થઈ શકે છે. માતા- પિતાનું સાનિધ્ય મળશે. વાહન સુખમાં વધારો થશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો. માતા દ્વારા ધન પ્રાપ્તિ થઈ શકે છે. બિનજરૂરી ખર્ચ વધી શકે છે. નોકરીમાં સ્થાન પરિવર્તન થવાની શક્યતાઓ છે. આવકમાં વધારો થશે. વિદેશ યાત્રા થઈ શકે છે.

મીન:તમારા દામ્પત્ય સુખમાં વધારો થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વાણીમાં મધુરતા રહેશે. કોઈ મિત્રના સહયોગથી નોકરીના અવસર મળી શકે છે. તમારી આવકની સ્થિતિમાં સુધારો આવશે. પારિવારિક જવાબદારી વધી શકે છે. માતાનો સાનિધ્ય મળશે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. ઘર- પરિવારમાં ધાર્મિક કાર્ય થશે.  (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ધ ગુજરાતી તેની પૃષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *