TMKOC ના સૌથી મોંઘા કલાકાર છે જેઠાલાલ, એક એપિસોડ માટે અધધ.. રૂપિયા કરે છે ચાર્જ.. જાણો

સોમવાર થી શુક્રવાર ૮.૩૦ એ સાંજે જો કોઈના ઘરમાં ટેલીવિઝન ચાલતું હશે તો અચૂકથી તેઓ લોકપ્રિય સીરીયલ તારક મહેતા ક ઉલટા ચશ્મા જ જોતા હશે. જવલ્લે જ કોઈ એવું હશે જે આ સીરીઅલ નહિ જોતું હોય.તેમાં પણ સૌનું મનગમતું પાત્ર એટલે જેઠાલાલ. તો ચાલો આજે આપણે જાણીએ જેઠાલાલ વિશે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના તમામ કલાકારો પ્રખ્યાત છે. ચાહકો તેમનામાં દેખાતા કલાકારોને તેમના પાત્રના નામથી જાણે છે. જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી પહેલા પણ ફિલ્મો અને ઘણી સિરિયલોમાં દેખાયા છે, પરંતુ ‘તારક મહેતા’ થી તેમને એક અલગ ઓળખ મળી છે. હવે તે ઘરે ઘરે જેઠાલાલ તરીકે ઓળખાય છે. તેની લોકપ્રિયતા એ કારણ છે કે તે આ શોનો સૌથી મોંઘા અભિનેતા છે.

શોમાંથી લોકપ્રિયતા મેળવી: દિલીપ જોશીએ ૯૦ના દાયકામાં ‘મૈંને પ્યાર કિયા’, ‘હમ આપકે હૈ કૌન’, ‘ખિલાડી 420’ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તેની મુખ્ય સીરીયલો ‘ક્યા બાત હૈ’, ‘દો ઓર દો પાચ’, ‘દલ મેં કાલા’, ‘સીઆઈડી’, ‘કોરા પેપર’ અન્ય શો કરેલા છે. પરંતુ તેમને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી ખુબ જ  લોકપ્રિયતા, ખ્યાતિ અને પૈસાબધું જ મળ્યું  છે.

શું તમે જાણો છો કે દિલીપ જોશી સિરિયલમાં એક એપિસોડ માટે કેટલો ચાર્જ લે છે. એક ન્મુયુઝ વેબસાઈટ મુજબ, દિલીપ જોશીએ ૫૦ લાખ ડૉલર જે લગભગ ૩૭ કરોડની કમાણી કરી છે. તે જ સમયે, બીજી એક ન્યુઝ વેબસાઈટે તેના એક અહેવાલમાં જણાવ્યું હતું કે દિલીપ જોશી એ, શોમાં સૌથી વધુ પગાર મેળવનાર અભિનેતા છે. તે એપિસોડ દીઠ ૧.૫ લાખ રૂપિયા લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *