જ્યોતિષ શાસ્ત્રમાં ૧૨ રાશીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ રાશીઓ દ્વારા તમે કોઈ પણ વ્યક્તિનો સ્વભાવ જાણી શકો છો.દરેક રાશી સાથે અલગ અલગ સ્વભાવ જોડાયેલો હોય છે.એમાંથી આજે અમે તમને એવી રાશીઓ વિશે જણાવવા જી રહ્યા ચેં જે એકદમ નીડર ,બહાદુર અને સાહસિક હોય છે.કે જે કોઈ જ દિવસ કોઈ જોખમ લેવામાં ગભરાતા નથી.તો ચાલો જાણીએ આવી રાશીઓ વિશે.

મેષ: મેષ રાશિના જાતકો ખુબજ સાહસી અને બહાદુર હોય છે.એ રાશીના લોકો કોઇથી ગભરાતા નથી.તેઓ સ્વભાવે પરાક્રમી હોય છે.એનું કારણ એ છે કે એ મંગળ દેવની રાશી છે. મંગળ ખુદ ક્રોધ,યુદ્ધ અને સાહસ ના પ્રતિક ગણાય છે.આ રાશી માં સૂર્યદેવ પણ ઉચ્ચસ્થાને બિરાજમાન છે. એવું કહેવાય છે કે આ રાશિના જાતકોને દુનિયા માં કોઈનો પણ ભય હોતો નથી. તેઓ તેમની નીડરતા અને તાકાત ના દમ પર જ બધે સફળતા મેળવે છે.

સિંહ: આ રાશિના જાતકો જન્મ થી જ નીડર હોય છે.તેઓ સારું નેતૃત્વ પણ કરતા હોય છે.અને તે માટેની તેમની પાસે કાબેલિયત પણ હોય છે.તેઓ કોઈના નીચે દબાઈને રહેવામાં કે કામ કરવામાં માનતા નથી.તેઓ ખુદનું કામ કરવામાં સક્ષમ હોય છે.તેમનું દિમાગ ખુબજ તેજ ચાલતું હોય છે.તેમણે કોઈપણ કાર્યમાં હરાવવા આસન હોતા નથી.તેઓ પોતાની ફિલ્ડ માં ખુબ હોશિયાર હોય છે.

વૃષિક: આ રાશિનો સ્વામી મંગળ છે.તેને સાહસ અને પરાક્રમના  કારક માનવામાં આવે છે.એટલા માટે જ આ રાશિના લોકો નીડર ,જીદ્દી અને ભાવુક  ગણાય છે.તેઓને પોતાની વાતો બીજાથી છુપાવવાનું ખુબ પસંદ હોય છે. તેઓ પોતાની જિંદગી ખુદની મરજી મુજબ જીવતા હોય છે.તેઓ સ્વભાવના ખુબ ભાવુક હોય છે.તેઓ સરળતાથી બેવકૂફ બનતા નથી.

ધન: તે લોકો ખુબ જ્ઞાની હોય છે.તેમનું દિમાગ ખુબ તેજ ચાલતું હોય છે.એક રીતે તમે કહી શકો છો કે તેમનું જ્ઞાન અને દિમાગ જ તેમણે નીડર બનાવે છે.આ રાશિના જાતકોને તેમની હાર પસંદ નથી હોતી. એ બહાર થી ભલે કઠોર દેખાતા હોય પણ અંદરથી તેઓ ખુબ નરમ સ્વભાવના હોય છે.વિષમ પરિસ્થિતિમાં પણ તેઓ ખુબ સમજદારીથી કામ લેતા હોય છે.તેમની પાસે લગભગ બધીજ સમસ્યાનું સમાધાન હોય છે. મુશ્કેલ હાલતોમાંથી નીકળવાના તેઓ સહેલાઈથી માર્ગ શોધી લેતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *