આ ૫ વસ્તુઓ ચેહરા પર લગાવવી  પડી શકે છે ખુબ ભારે જેનાથી તમારો સુંદર ચેહરો બગડે છે.ચહેરો આપણી સુંદરતાનો પ્રતીક છે. જ્યારે આપણે કોઇને મળીએ છીએ, ત્યારે આપણે પહેલો વ્યક્તિનો ચેહરો જોઈએ છીએ. આવી સ્થિતિમાં, તેની સુંદરતા સૌથી વધુ મહત્વ ધરાવે છે. ચેહરાને સુંદર બનાવવા માટે, સોશિયલ મીડિયા પર ઘણા ઉપાયો જણાવવામાં આવે છે.

પરંતુ જો તમે ચહેરા પર ખોટી વસ્તુ લગાડો  છો , તો ચહેરો વધુ ખરાબ થઈ શકે છે. આવી સ્થિતિમાં , આજે અમે તમને તે ૫ વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમારે  તમારા ચેહરા પર ક્યારેય ભૂલથી લગાવવી  જોઈએ નહીં.

બોડી લોશન : આ શબ્દ નામ પરથી જ ખબર પડી જાય છે કે, બોડી લોશન શરીર પર લગાવવા માટે છે. તે ખુબ ચીકણું  હોય છે , તેથી તમે તેને ચહેરા પર લગાવો તો ચહેરાના છિદ્રો બંધ થઈ જશે. આ સ્થિતિમાં, તમને ખીલ, પિમ્પલ્સની સમસ્યા થવાનુ શરૂ થશે. આ સિવાય ચહેરા પર બોડી લોશન લગાવવાથી એલિર્જીક પ્રતિક્રિયાઓ થવાનું જોખમ પણ છે.

ટુથપેસ્ટ : આ ઉપાય સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ છે. પંરતુ તમે તમારા ચહેરા પર ટુથપેસ્ટ લગાવવાની ભૂલ  કરશો નહી . તેમાં હાજર રસાયણો તમારા ચહેરા પર દાગ અને કરચલીઓની સમસ્યા પણ ઉભી  કરશે . આટલું જ નહીં, તમને ખૂબ બળતરા થશે અને ત્વચા શુષ્ક થઈ જશે.

ગરમ પાણી : કેટલાક લોકો શિયાળા દરમિયાન ગરમ પાણીથી  મોઢું ધોવાનું પસંદ કરે છે. આ ગરમ પાણી તમારા ચહેરા પરથી ભેજ શોષી લે છે અને તમારો ચહેરો સૂકો  અને નીરસ બની જાય છે , તેથી ગરમ પાણીને બદલે ઠંડા અથવા નવશેકું પાણીનો ઉપયોગ કરો.

લીંબુ : ઘરેલુ ઉપાય જણાવતી વખતે, ઘણા લોકો ચહેરા પર લીંબુ લગાવવાની ભલામણ કરે છે. લીંબુ વિટામિન સી  થી ભરપુર હોય છે, પરંતુ તે સીધુ  ચહેરા પર લગાવવાથી બળતરા ,ખંજવાળ અને ખીલ થઈ શકે છે. ખાસ કરીને સંવેદનશીલ ત્વચાવાળા લોકોએ આ જોખમ બિલકુલ ન લેવું જોઈએ.

લીબુ એસીડીક હોય છે જેથી તેને ચહેરા પર એકલું ક્યારેય પણ લગાવવું જોઈએ નહિ. સાબુ : કેટલાક લોકો નહાવવાના સાબુને  ચહેરા પર લગાવે છે. પણ તમે આવી ભૂલ ન કરો. ચહેરો ધોવા માટે હંમેશાં નેચરલ ફેસવૉસ નો ઉપયોગ કરો.

સાબુ તમારી ત્વચાની ભેજને છીનવી શકે છે. આ તમારી ત્વચાને શુષ્ક અને નિર્જીવ બનાવશે. આટલું જ નહીં, તે ચહેરા પીએચ સ્તર ને પણ બગાડે છે. આ સિવાય તમારી  ત્વચા બર્ન થવાની સમસ્યા પણ થઈ શકે છે.

તમારા ચહેરા સાથે ક્યારેય ગડબડ ન કરો. જો તમને કોઈ ઉપાય ઓનલાઇન દેખાય છે, તો પહેલા તેના પર સંશોધન કરો. જો તમે ઈચ્છતા હોવ તો ત્વચાના નાના ભાગ પર તે ઉપાયની ચકાસણી કરો. જો તમને કોઈ આડઅસર ન થાય તો જ તેને આખા ચહેરા પર અજમાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *