દિશા વાકાણીથી લઈને મિહીકા વર્મા સુધી.. ‘તારક મહેતા..’માં હવે નહી જોવા મળે આ એક્ટર્સ..

પોપ્યુલર ટીવી શો તારક મહેતા કા ઉલટા ચશ્માં ઘણા વર્ષોથી દર્શકોને મનોરંજન પીરસી રહ્યો છે. આ શો ના પાત્રોએ ચાહકોના દિલમાં એક અલગ જ ઓળખ ઉભી કરી છે.

શો માં ઘણા એવા પાત્રો છે જેમને બદલવામાં આવ્યા છે. રિપ્લેસ કરવામાં આવેલા કેટલાક એક્ટર્સને શો માં આજેપણ યાદ કરવામાં આવે છે.

આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ તે એક્ટર્સની જે ક્યારેક તારક મહેતા કા ઉલટા ચશ્માંની ફેમીલીનો હિસ્સો હતો પણ હવે કદાચ તેઓ આ શો માં કદી જોવા નહીં મળે.

શો માં દયાબેનનું મહત્વનું પાત્ર નિભાવનારા દિશા વાકાણી પોતાની એક્ટિંગથી શોને અલગ જ જીવ આપતા હતા. દિશા વાકાણી સપ્ટેમ્બર ૨૦૧૭ માં મેટરનીટી લીવ પર ગયા હતા.

નવેમ્બર ૨૦૧૭ માં તેમણે પુત્રીને જન્મ આપ્યી પરંતુ હજુસુધી તેઓ શોમાં પરત નથી ફર્યા. આજેપણ દર્શકો તેમની વાપસીની રાહ જોઈ રહ્યા છે.

દર્શકોની સાથે સાથે શો મેકર્સ પણ દયાબેનના પાત્રમાં કોઈ અન્યને જોવા માટે રાજી નથી. દિશા વાકાણીના પાત્રમાં તેમના ચાહકો આજેપણ યાદ કરે છે.

શો ની શરૂઆતમાં આત્મારામ ભીડેની પુત્રી સોનુનું પાત્ર ભજવનાર ઝીલ મહેતા દર્શકોને ઘણી પસંદ પડતી હતી. ઝીલ ૯ વર્ષની ઉમ્મરથી જ શો સાથે જોડાયેલી હતી અને ૧૪ વર્ષ સુધી શો નો હિસ્સો રહી. તેણે ભણવા માટે શો છોડી દીધો હતો. શો માં ઝીલનો રોલ હોનહાર વિદ્યાર્થીનીનો હતો અને રીયલ લાઈફમાં પણ સોનું ઘણી હોનહાર છે. હવે ઝીલ ઘણી મોટી થઇ ગઈ છે અને ઘણી ગ્લેમરસ લાગે છે.

ઝીલ બાદ નિધિ ભાનુશાળીએ સોનુનું પાત્ર ભજવ્યું હતું. નીધીએ પોતાની પર્ફોમન્સથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. નીધીએ ટીવી ડેબ્યુ તારક મહેતા શોની સાથે કર્યું હતું. જો કે વર્ષ ૨૦૧૯ માં નિધિએ પોતાની હાયર સ્ટડી માટે શો છોડી દીધો. જેની જગ્યા પલક સિધવાણીએ લઇ લીધી.

તારક મહેતા શોમાં બાઘાની ગર્લફ્રેન્ડ બાવરીનું પાત્ર ભજવનાર મોનિકા ભદોરિયાએ શો અચાનક છોડી દીધો હતો. તેમણે ૬ વર્ષ સુધી શો માં કામ કર્યું હતું અને પોતાની એક્ટિંગથી દર્શકોના મનમાં પોતાની એક જગ્યા બનાવી. આજે પણ મોનિકાને બાવરીના પાત્રમાં યાદ કરવામાં આવે છે.

તારક મહેતા શો માં ડોક્ટર હંસરાજ હાથીનું પાત્ર ભજવનાર રવિકુમાર આઝાદને કોણ ભૂલી શકે છે. ૮ વર્ષથી આ શોનો હિસ્સો હતા. ૯ જુલાઈ ૨૦૧૮ એ હાર્ટ એટેકથી તેમનું નિધન થઇ ગયું. જેમને રિપ્લેસ કરી નિર્મલ સોનીને રાખવામાં આવ્યા. આજેપણ તેમના ચાહકો તેમને ડોક્ટર હાથીના પાત્રના રૂપમાં યાદ કરે છે.

શોની શરૂઆતથી જ ભવ્ય ગાંધીને ટપુના પાત્રમાં જોવામાં આવ્યા હતા. ૮ વર્ષ સુધી ભવ્યે આ શો દ્વારા લોકોને હસાવ્યા. જ્યારબાદ તેમણે શો ને અલવિદા કહી દીધા. એક ઈન્ટરવ્યુમાં ભવ્યએ શો છોડવા પાછળનું કારણ બતાવ્યું કે તેમને એપિસોડમાં ઘણા ઓછા બતાવવામાં આવતા હતા. તેમને કોઈ સ્કોપ ના દેખાતા શો છોડી દીધો.

શો માં રીટા રિપોર્ટરનું પાત્ર પણ ઘણું પ્રખ્યાત હતું. પહેલા આ પાત્ર પ્રિયા આહુજા ભજવતા હતા. જેની જગ્યા મિહીકા વર્માએ લીધી. પ્રિયા પહેલેથી આ પાત્રમાં જોવા મળતી હતી પરંતુ અચાનકથી તેમણે શો છોડી દીધો અને શો માં પ્રિયા આહુજાની વાપસી થઇ ગઈ.

ઘણા વર્ષોથી શો માં સોઢીનું પાત્ર ભજવનારા ગુરુચરણ સિંહના શો છોડ્યા બાદ એક્ટર લાડ સિંહ માં મિસ્ટર સોધીના પાત્રમાં જોવા મળ્યા હતા પરંતુ તેઓ દર્શકોનું દિલ નહોતા જીતી શક્યા. ત્યારબાદ ગુરુચરણ સિંહે પાછી એન્ટ્રી કરી હતી અને હવે પાછા લાડ સિંહ જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *