આ 5 સ્વપ્ન ખોલશે તમારા ભાગ્યના દરવાજા, જાણો આ અંગે શુ કહે છે સ્વપ્ન શાસ્ત્ર..

સ્વપ્ન શાસ્ત્રમાં, કેટલાક સપનાઓને ભાગ્ય સાથે સંકળાયેલા માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે નસીબથી સંબંધિત સ્વપ્ન જોવુ સારા નસીબની શરૂઆત દર્શાવે છે. આ સપનાઓને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે સ્વપ્ન જોયા પછી, તેની વાત કોઈની સાથે ન કરવી જોઇએ. આ કરવાથી ન તો આ સપના પૂરા થાય છે અને ન તો તમને કોઈ ફળ મળે છે.

ગાયની સેવા કરવી: જો તમે, તમારી જાતને સ્વપ્નમાં ગાયની સેવા કરતા જોઇ હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સપનામાં ગાયની સેવા કરે છે, તેના ભાગ્યોદયના યોગ બને છે. આવું સ્વપ્ન જોયા પછી ગાયને લીલુ ઘાસ દાન કરવુ જોઈએ.

ગોબરથી ઘરને લીંપવું: સ્વપ્નમાં પોતાની જાતને, ગોબર વડે ઘરને લીંપતા જોવું તે ખૂબ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આવા સપના આવવા ખૂબ મુશ્કેલ હોય છે. માનવામાં આવે છે કે આ સપના નસીબના તાળાઓ ખોલે છે. એવું માનવામાં આવે છે કે આવા સપના જોયા પછી કોઈ જરૂરિયાતમંદને ફળોનું દાન કરવું જોઈએ.

આંગણામાં મોર નાચતા જોવા: સ્વપ્ન શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જો સપનામાં મોર ઘરના આંગણામાં નાચ કરી રહ્યો હોય, તો આ સ્વપ્ન નસીબ સાથે સંબંધિત છે. એવું માનવામાં આવે છે કે આ સ્વપ્ન દ્વારા નસીબ ચમકે છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આવું સ્વપ્ન જુએ છે, તો તેણે કુષ્ઠ રોગીઓને તેલનું દાન કરવું જોઈએ.

કેળનાં ઝાડ જોવા: જો તમે તમારા સપનામાં કેળાના ઝાડ જોયા છે, તો તેને ખૂબ સારું માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આવું સ્વપ્ન જોયા પછી, પીળા રંગના ખોરાકનું દાન કરવું જોઈએ. ભાગ્યોદય માટે આ સ્વપ્ન ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે આકસ્મિક રીતે કોઈને પણ આ સ્વપ્ન વિશે કોઈને કહેશો નહીં.

ખુલતા દરવાજા જોવા: જો તમે સ્વપ્નમાં ક્યાંક જાવ છો અને તમે જાતે દરવાજા ખુલતા જુઓ છો, તો તે સપનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દરવાજાની સાથે નસીબના દરવાજા પણ ખુલે છે. આ સ્વપ્ન જોયા પછી, જરૂરિયાતમંદ વ્યક્તિને પીળા કે નારંગી રંગના કપડાનું દાન કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *