જમ્મુના રાજૌરીથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજૌરીના નૌશેરામાં ભીખ માંગીને રહેતી વૃદ્ધ મહિલાની ઝૂંપડીમાંથી આશરે 2,60,000 રૂપિયા મળી આવ્યા છે. જમ્મુના રાજૌરીથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજૌરીના નૌશેરામાં ભીખ માંગીને રહેતી વૃદ્ધ મહિલાની ઝૂંપડીમાંથી આશરે 2,60,000 રૂપિયા મળી આવ્યા છે.

રસ્તાની બાજુમાં ફાટેલી તાડપત્રી અને તૂટેલા લાકડાની બનેલી ઝૂંપડીમાં લગભગ 30 વર્ષથી રહેતી અને ભીખ માંગીને ગુજરાન ચલાવતી એક 70 વર્ષીય વૃદ્ધ મહિલાને જ્યારે વહીવટીતંત્રે તેને ત્યાંથી વૃદ્ધાશ્રમમાં પહોંચાડીને પછી ઝુંપડી હટાવવાની કામગીરી હાથ ધરી, તો અંદરથી નોટોની થપ્પી જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

હકીકતમાં, સ્થાનિક લોકો રાજૌરીના પેટા-જિલ્લા નૌશોહરાના વોર્ડ નંબર નવમાં ભીખ માંગીને રહેતી આ વૃદ્ધ મહિલાની મદદ કરતા હતા. કેટલાક તેને પૈસા આપતા, કેટલાકને ખોરાક અને કપડાં આપતા. આ રીતે તેનું ગુજરાન ચાલતું હતું.

મળતી માહિતી મુજબ, આ દિવસોમાં રાજૌરી જિલ્લા વહીવટીતંત્રે રસ્તાઓ પર રહેતા નિરાધાર લોકોને સહાય આપવાનું અભિયાન શરૂ કર્યું છે. આમાં આવા લોકોને આશ્રયસ્થાનો અને વૃદ્ધાશ્રમમાં લઈ જવામાં આવી રહ્યા છે. સોમવારે મોડી સાંજે વૃદ્ધાશ્રમ રાજૌરીથી કેટલાક લોકો આવ્યા હતા અને આ વૃદ્ધ મહિલાને પોતાની સાથે લઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *