આ કંપનીના રોકાણકારોને લોટરી લાગી, દરેક શેર પર સીધો ૧૬૨ રૂપિયાનો ફાયદો, જાણો
સ્મોલ કેપ કંપની KDDL LTDના બોર્ડે ‘બાય બેક’ને મંજૂરી આપી દીધી છે. એટલે કે કંપનીના વર્તમાન શેરધારકોના શેર કંપની પાછા ખરીદશે. આ બાયબેકમાં કંપની ૧૨૦૦ રૂપિયા પ્રતિ શેરના હિસાબથી યોગ્ય રોકાણકારો પાસેથી શેર ખરીદશે. કંપનીની માર્કેટ કેપ ૧૩૧૭.૨૦ કરોડ રૂપિયા છે.
કંપનીની તરફથી શેરબજારને આપવામાં આવેલી જાણકારી અનુસાર, ૧૦ રૂપિયાની ફેસ વેલ્યૂવાળા શેરોને ૧૨૦૦ રૂપિયા પ્રતિ શેરના હિસાબથી બાયબેક કરવામાં આવશે. કંપનીની બાયબેક સાઈઝ ૨૧૦૦ લાખ રૂપિયા હશે. જાણકારી અનુસાર, કંપનીની માર્કેટ કેપ ૧૩૧૭.૨૦ કરોડ રૂપિયા છે.
શેરબજારમાં કંપનીની શું સ્થિતિ છે?: NSEમાં શુક્રવારે કંપનીના એક શેરનો ભાવ ૧.૪૬ ટકાની તેજીની સાથે ૧૦૩૮ રૂપિયા સ્તર પર બંધ થયો હતો. એટલે કે શુક્રવારના હિસાબથી જોઈએ, તો રોકાણકારોને દરેક શેર પર ૧૬૨ રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. ગત પાંચ વર્ષમાં કંપનીના શેરોમાં ૨૩૦.૬૩ ટકાની તેજી જોવા મળી છે.
જ્યારે ગત ત્રણ વર્ષની વાત કરીએ તો કંપનીએ તેના પોઝિશનલ રોકાણકારોને ૨૨૭.૬૨ ટકાનું વળતર આપ્યું છે. જાણકારી અનુસાર, શેરબજારમાં કંપનીની 52 સપ્તાહનું ઊંચુ સ્તર ૧૧૯૧ રૂપિયા છે અને 52 સપ્તાહનું નીચું સ્તર ૫૯૪.૧૫ રૂપિયા છે. (ડિસ્ક્લેમર: કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા, નિષ્ણાતોની સલાહ લો. ધ ગુજરાતી તમને કોઈપણ પ્રકારના રોકાણ માટે સલાહ નથી આપતું.)