તમને સૌને ખ્યાલ હશે કે ભારતના ઘરોમાં રસોડામાં તમાલપત્ર જરૂરથી રહેતું હોય છે, એટલું જ નહીં. જણાવી દઈએ કે તમાલપત્રનો મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તમને તે પણ જણાવી દઈએ કે તેનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિ તરીકે પણ થાય છે, સુકાયેલા તમાલપત્રનો ઉપયોગ ખાવાનાને સુગંધિત બનાવે છે. તમે ક્યારેક ધ્યાન આપશો તો દેખી શકાશે કે જે વાનગી બનવામાં એક લાંબો સમય લાગે છે, તેમાં તમાલપત્રનો ઉપયોગ કરવામાં આવે છે.

એકવાર વ્યંજન તૈયાર થઇ જવા પર પીરસતા પહેલા તમાલપત્રને નીકાળી દેવામાં આવે છે. તમાલપત્રથી આવતી સુગંધ તેના સ્વાદ કરતા વધારે મહત્વપૂર્ણ હોય છે. તમાલપત્રથી ઘણા સ્વાસ્થ્ય સંબંધિત લાભ થાય છે. પ્રાચીન કાળથી જ તેનો ઉપયોગ લીવર, આંતરડા અને કિડનીની સારવારમાં થાય છે. ઘણીવાર તેનો ઉપયોગ મધમાખી કરડી જાય તે ઘા પર પણ કરવામાં આવે છે. ઘણા લોકો તેનો ઉપયોગ નાના મોટા રોગોના નિવારણમાં પણ કરે છે.

એટલું જ નહીં પરંતુ શું તમે જાણો છો કે તમાલપત્રના અન્ય પણ ઘણા ફાયદા છે. હાં, હકીકતમાં તાજેતરમાં રશિયામાં થયેલા એક સર્વે પ્રમાણે ખબર પડી છે કે તમાલપત્રનો ઉપયોગ તણાવ દુર કરવામાં કરી શકાય છે. તમાલપત્ર એરોમૈટીક હોય છે. હા જે પ્રકારે આપણે સ્પા વગેરેમાં રીલેક્સ થવા માટે એરોમા થેરેપીનો ઉપયોગ કરો છો, તમાલપત્ર દ્વારા તમે તેનો જ આનંદ ઘરે બેઠા લઇ શકો છો.

આ ઉપરાંત તે પણ જણાવી દઈએ કે તમાલપત્રને એક વાસણમાં નાખવું અને સળગાવી દેવું, હવે તેને તેમનું તેમ જ એક રૂમમાં મૂકી દેવું. આવું ૧૫ મિનીટ સુધી રહેવા દેવું અને તે સમયે રૂમને બહારથી બંધ કરી દેવું. થોડી વાર બાદ જ્યારે તમારો રૂમ ખોલશો તો રૂમમાં એક રિલેક્સિંગ ખુશ્બુ ફેલાયેલી હશે. તે ઘણી તાજગી આપનારી લાગશે.

એટલું જ નહીં તમને જણાવી દઈએ કે તમાલપત્રનો ઉપયોગ ખાસ કરીને દવાઓ બનાવવામાં પણ કરવામાં આવે છે, ખાસ કરીને ભારતીય ઔષધિઓ. તમાલપત્ર ગરમ મસાલાઓનો એક મહત્વનો ભાગ છે. તેનો પ્રયોગ આયુર્વેદમાં પણ વર્ષોથી કરવામાં આવે છે. ઘણા પ્રકારની બીમારીઓમાં તમાલપત્ર ફાયદાકારક સાબિત થાય છે. તો જો તમે તમાલપત્રનો પાઉડર રોજ સવારે પાણીની સાથે લેશો તો ડાયાબીટીસ દુર કરવામાં પણ મદદ કરે છે.

દિવસમાં ત્રણ વખત તેમ કરવું જોઈએ. આ ઉપરાંત તમાલપત્રનો ઉપયોગ મગજને તેજ કરવામાં પણ થાય છે, હા જણાવી દઈએ કે તેનાથી યાદશક્તિ વધે છે. કંઈપણ યાદ કરવું અઘરું નથી પડતું. તેનો રોજબરોજ ખાવામાં ઉપયોગ કરવો જોઈએ. તેને ખાતા રહેતા શખ્સને અલ્ઝાઈમર જેવી મગજ સાથે જોડાયેલી બીમારીઓ થવાની શક્યતા ના બરાબર હોય છે. વૃદ્ધાવસ્થામાં પણ યાદશક્તિને લઈને સમસ્યા નથી આવતી. આ ઉપરાંત તમાલપત્ર મહિલાઓ માટે પણ ઘણું ઉપયોગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *