દુનિયામાં ઘણી એવી જગ્યા છે જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ફરવા જાય છે અને શાંતિ મેળવે છે. એવી જ રીતે ભારતમાં પણ દર વર્ષે ઘણા પર્યટકો આવે છે અને ઘણી જગ્યાએ જાય છે અને એટલું જ નહિ ભારતમાં ઘણા એવા સ્ટેચ્યુ છે જે દરેક લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ દેશના ખુબ જ મોટા સ્ટેચ્યુ છે જેને જોવા માત્ર દેશમાંથી જ નહિ પરંતુ વિદેશથી પણ લોકો આવે છે. તો ચાલો તમને આજે જણાવીએ દેશના  મોટા પાંચ સ્ટેચ્યુ વિશે, જે સૌથી ઊંચા છે.

હનુમાનજીની મૂર્તિ : તમે ભારતમાં ઘણી જગ્યાએ ભગવાન હનુમાનજીની મૂર્તિ જોઈ હશે પરંતુ હિમાચલ પ્રદેશના શિમલા પાસે જાખું પહાડ પર હનુમાનજીની મૂર્તિ છે જે ખુબ ઉંચી છે અને તેની ઊંચાઈ ૧૦૮ ફીટ છે અહી જાખુ મંદિર છે, જ્યાં દર વર્ષે ખુબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોચે છે અને આ મૂર્તિના દર્શન કરે છે.

બસવા સ્ટેચ્યુ:બીજું સ્ટેચ્યુ છે બસવા સ્ટેચ્યુ, જે કર્ણાટકના બીદર જીલ્લામાં આવેલું છે અને તેની ઊંચાઈ ૩૩ મીટર એટલે કે લગભગ ૧૦૮ ફીટ છે. આ  સ્ટેચ્યુને જોવા પણ દુર-દુર થી પર્યટકો આવે છે.

ભગવાન બુદ્ધની મૂર્તિ : ભગવાન બુદ્ધની આ મૂર્તિ દક્ષીણ સિક્કિમમાં રવનગલા પાસે બુદ્ધ પાર્કમાં આવેલી છે જેની ઊંચાઈ ૧૩૦ ફીટ છે. આ મૂર્તિની બનાવટ અને તેનો આકાર દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે.

તિરુવલ્લુર સ્ટેચ્યુ: તામીલનાડુના કન્યાકુમારીમાં એક નાના ટાપુ પર તિરુવલ્લુર સ્ટેચ્યુ આવેલું છે. જો તેની ઊંચાઈની વાત કરીએ તો આ સ્ટેચ્યુ ૪૧ મીટર ઊંચું એટલે કે ૧૩૩ ફીટનું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી: આ સ્મારક ગુજરાતમાં કેવડીયા માં આવેલું છે.આ સ્મારકનો વિસ્તાર ૨૦,૦૦૦ ચોરસ મીટર છે અને ૧૮૨ મીટરની ઊંચાઇ, જેમાં ૧૫૭ મીટર પ્રતિમાની અને પૅડસ્ટલની ૨૫ મીટર ઊંચાઈ સામેલ છે. આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *