એવી માન્યતા છે કે હનુમાનજીથી જોડાયેલા કોઈપણ મંત્ર કે પાઠ કરવાથી હનુમાનજી તેમના ભક્તોને બળ અને શક્તિ પ્રદાન કરે છે.તેમાં આપડે આજેસુન્દરકાંડના પાઠનું મહત્વ અને તેનાથી થતા લાભ વિશે જાણીશું.સુંદરકાંડ એ ગોસ્વામી તુલસીદાસ દ્વારા લખેલ રામચરિતમાનસના સાત અધ્યાયમાંથી પાંચમું અધ્યાય છે.તેમના સાતે સાત અધ્યાયનું ધાર્મિક મહત્વ છે પરંતુ તેમાંથી સુંદરકાંડનું વિશેષ મહત્વ છે.

સુંદરકાંડનો પાઠ ભક્તોને શક્તિ પ્રદાન કરે છે અને તેમની આસપાસ નકારાત્મક શક્તિ પણ પ્રવેશતી નથી અને જીવનમાં જો કોઈ કાર્ય ના થતું હોય તો તે પણ સુંદરકાંડનો પાઠ કરવાથી પૂરું થાય છે.અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ પણ કહ્યું છે કે સુંદરકાંડ આત્મવિશ્વાસ અને ઇચ્છાશક્તિમાં વધારો કરે છે. આ પાઠ ભક્તોને જીવનમાં ક્યારેય હાર ના માનવાની સીખ પ્રદાન કરે છે. મનોવૈજ્ઞાનિકોના માટે જો જીવનમાં કોઈ પણ પરીક્ષામાં પાસ થવું હોય તો સુન્દરકાંડનો પાઠ અવશ્ય કરવો જોઈએ.

જો સંભવ હોય તો વિધાર્થીઓએ ખાસ સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. તેનાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને સફળતા પણ પ્રાપ્ત થાય છે.જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ ખરાબ ગ્રહોનો પ્રભાવ હોય તો તે પણ આ પાઠ કરવાથી દુર થાય છે.

પાઠ કરવાથી આત્માની પણ શુદ્ધિ  થાય છે.તેમજ  અનેક રોગો પણ દુર ભાગે છે અને ગરીબી પણ દુર થાય છે.તે ઉપરાંત માનસિક શાંતિ પણ મળે છે. જેને ખરાબ સપના આવતા હોય તેમજ કોઈ સતત ભયમાં રહેતું હોય તો તે પણ દુર થાય છે. ઘરનું વાતાવરણ સકારાત્મક બને છે.

ક્યારે કરવો જોઈએ સુન્દરકાંડ નો પાઠ: સુંદરકાંડ નો પાઠ જો તમે એકલા કરતા હોવ તો  બ્રહ્મ મુર્હતમાં સવારે અને જો સમૂહમાં કરો તો સાંજે સાત વાગ્યા પછી કરો તો તેનું વિશેષ મહત્વ છે. સુંદરકાંડ સામાન્યરીતે શનિવારના દિવસે કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *