મિત્રો, વિશ્વમા એવી અનેકવિધ ચમત્કારિક વસ્તુઓ આવેલી છે, જેના વિશે જાણીને આપણને નવાઈ અવશ્ય લાગશે. આજે આ લેખમા અમે તમને આવી જ એક ચમત્કારિક વાત વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે ઘણી વાર્તાઓમાં સાંભળ્યું હશે પરંતુ, ક્યારેય પણ તેના પર વિશ્વાસ ના કર્યો હોય. આજે આપણે જે ચમત્કારિક વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે ફિલોસોફર નો પથ્થર.

આ પારસ પથ્થર વિશે હાલ એવો દાવો કરવામા આવી રહ્યો છે કે, આ પથ્થર હજુ પણ એક કિલ્લા મા હાજર છે પરંતુ, હજુ સુધી કોઈ તેને શોધી શક્યુ નથી. આ પથ્થર એક એવો ચમત્કારિક પથ્થર છે કે, જેના સ્પર્શ માત્રથી લોખંડ પણ સોનુ બની શકે છે. એવુ કહેવામા આવી રહ્યુ છે કે, હાલ પ્રવર્તમાન સમયમા જ્યા આ પારસ પથ્થર છે, તે કિલ્લો ભોપાલ થી લગભગ ૫૦ કિમી ના અંતરે દૂર એક ટેકરી ની ટોચ પર સ્થિત છે.

આ કિલ્લા નુ નામ તેના શાસક રાજવી રાયસેન ના નામ પરથી પાડવામા આવ્યું છે. મોટાભાગના લોકો આ કિલ્લા ને “રાયસેન ફોર્ટ” તરીકે પણ ઓળખે છે. આ પૌરાણિક અને ભવ્ય ગઢ એટલે કે કિલ્લાનુ નિર્માણ ઈ.સ. ૧૨૦૦ મા થયુ હતુ. આ કિલ્લાના શાસક રાજા રાયસેન ની પાસે આ ચમત્કારિક દાર્શનિક નો પથ્થર હતો અને આ પથ્થર ના કારણે જ ઘણી વખત રાજા રાયસેન નુ અન્ય અન્ય રાજ્યના રાજવીઓ એટલે કે શાસકો સાથે યુદ્ધ પણ થયુ હતુ.

આ ગઢ નો રાજા રાયસેન એક યુદ્ધ મા પરાસ્ત પણ થયો હતો અને આ સમયે તેને એવો ભય હતો કે, આ પથ્થર કોઈ તેની પાસેથી છીનવી ને ના લઇ જાય કારણકે, આ પથ્થર તેમને ખુબ જ પ્રિય હતો. તે પોતાના જીવ થી પણ વધારે આ પથ્થરની દેખભાળ કરતા હતા. અંતે રાજા એ પોતાના ગઢ ના તળાવ મા જ આ પારસ પથ્થર તળાવમાં ફેંકી દીધો હતો. હજુ આજ દિવસ સુધી કોઈને પણ આ પથ્થર અહી મળ્યો નથી. ઘણા લોકોએ તેને શોધવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ, આ પથ્થર હજુ સુધી કોઈના હાથ આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *