આમાં કોઈ શંકા નથી કે સમયમાં એટલી શક્તિ હોય છે કે તે કોઈ પણ વ્યક્તિને રાજાથી રંક નોકર બનાવી શકે છે. હા, જે વ્યક્તિ આજના સમયમાં કરોડોમાં રમી રહ્યો છે, તે જરૂરી નથી કે તેનો સમય કાલે પણ આટલો જ સારો રહેશે. ખરેખર, આજે અમે તમને આવી જ એક મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના પર સમયનો સૌથી મોટો માર પડ્યો છે.

અલબત્ત, આ મહિલાની કહાની (વાર્તા) જાણીને તમે પણ રડી જશો. જણાવી દઇએ કે એક સમય એવો પણ હતો જ્યારે આ મહિલા ભારત દેશ પર રાજ કરતી હતી. પરંતુ એક સમય એવો પણ છે કે જ્યારે આ મહિલા એક નાની ઝૂંપડપટ્ટીમાં રહે છે. તો ચાલો તમને જણાવી દઈએ કે ખરેખર આ મહિલાની આવી હાલત કેવી રીતે થઈ.

આમ તો, તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મહિલા મુગલોના પરિવાર સાથે સંબંધ રાખે છે. હા, મુગલોનો પરિવાર આજ કાલ ઘણો ગરીબીમાં જીવી રહ્યો છે. આ સિવાય આપણે અહીં જે મહિલાની વાત કરી રહ્યા છીએ તે મુગલોની નાની વહુ છે. હવે આ તો બધા જાણે છે કે ભારતના ઇતિહાસ મુજબ આપણા દેશ પર મુગલોનું શાસન હતું.

જો કે મુગલો આપણા ભારતના લોકો પર ઘણા અત્યાચાર પણ કરતા રહેતા હતા. પરંતુ એવું લાગે છે કે હવે સમયની સાથે સાથે મુગલોનું ભાગ્ય (નસીબ) પણ બદલાઈ ગયું છે. તમારી માહિતી માટે જણાવી દઈએ કે મુગલોની આ નાની પુત્રવધૂ (વહુ) ચા વેચીને જ તેનું જીવન પસાર કરી રહી છે. હકીકતમાં મુગલોએ તેમના સમયમાં હે મહેલો અને સ્મારકો બનાવ્યા હતા, તે આજે પણ તેમના તેમ જ બનેલ છે. પરંતુ સમય જતાં જતાં તેમની સંપત્તિ અને અમીરી જરૂર જતી રહી છે.

એટલે કે આપણે સીધા શબ્દોમાં કહીએ તો, હવે મુગલો પાસે મહેલ તો છે, પરંતુ આજીવિકા મેળવવા માટે કોઈ મોટું સાધન નથી. જો કે આપણે જે મહિલા વિશે વાત કરી રહ્યા છીએ તે ખરેખર તેનું નામ સુલતાના બેગમ છે. જણાવી દઈએ કે સુલતાના બેગમ મોગલ પરિવારની સૌથી નાની વહુ છે. હા, તે મુગલોના છેલ્લા શાસક બહાદુર શાહ ઝફરના પૌત્રની પત્ની છે.

નોંધપાત્ર વાત એ છે કે સુલતાના બેગમની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે આજે તે કોલકાતાની ઝૂંપડપટ્ટીમાં રહેવા મજબૂર થઇ ગઈ છે. આટલું જ નહિ તેને તેનો પરિવાર ચલાવવા માટે ચા પણ વેચવી પડી રહી છે. એટલે કે જે પરિવાર ગઈકાલ સુધી ગરીબોને આદેશ (હુકમ) આપતો હતો. આજે તે ઘરની વહુ પોતે લોકોને ચા પીવડાવવાનું કામ કરે છે.

જો કે, અહીં આશ્ચર્યજનક વાત એ છે કે જે પરિવારના પૂર્વજોની ભેટ જોવા માટે લોકો વિદેશથી આવે છે. તે જ પરિવારની પુત્રવધૂ ઝૂંપડપટ્ટીમાં રહે છે. ખરેખર સુલતાનાના પતિ પ્રિન્સ મિર્ઝા મોહમ્મદ બેદાર બખ્ત બહાદુરને વર્ષ 1980 સુધી સરકાર દ્વારા પેન્શન આપવામાં આવતું હતું. જણાવી દઈએ કે તેમને ફક્ત ચારસો રૂપિયા મહિનામાં પેન્શન મળતું હસતું.

જો કે આ પેન્શન વર્ષ 2010 સુધીમાં છ હજાર રૂપિયા થઇ ગયું હતું. જો કે સુલ્તાના બેગમે તેના તરફથી સરકારને ઘણી વખત પત્ર પણ લખી ચૂકેલ છે. પરંતુ આપણી સરકાર તરફથી સુલતાનાને આજ સુધી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. જયારે, કેટલાક લોકો કહે છે કે સરકારે તેમને ઘર અને પચાસ હજાર રૂપિયા પણ આપ્યા હતા.

પરંતુ તેમના ઘર પર કેટલાક લોકોએ કબજો કરી લીધો હતો. જેના કારણે તે રસ્તા પર આવી ગયા. આ પછી તેને ચાની દુકાન ખોલી અને મજૂર બનીને ચા વેચવાનું શરૂ કરી દીધું. પરંતુ આ દુકાન પણ પાછળથી બંધ થઈ ગઈ. જેના પછી તે એક નાની ઝૂંપડપટ્ટીમાં રહેવા માટે મજબૂર બની ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *