ક્યારેક ૧ ઓરડામાં ૪ લોકો સાથે રહેતા હતા સોનુ સૂદ, આજે મુંબઈમાં છે આલીશાન ઘર, જુઓ

બોલીવુડ અભિનેતા સોનુ સૂદ છેલ્લા કેટલાય મહિનાઓથી ચર્ચામાં છે. જે પ્રકારે લોકડાઉનના કારણે ફસાયેલા લોકો માટે તેઓ મદદમાં ઉતર્યા અને સૌ કોઈનું દિલ જીતી લીધું. સોનુ સુદના ચાહકો પણ ઘણા વધી ગયા.

સોશિયલ મીડિયાઅ પણ સોનુના ફોલોઅર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. સોશિયલ મીડિયામાં સામાન્યપણે સોનું સુદ તસ્વીરો શેર કરતા રહેતા હોય છે જેમાં તેમના ઘરની અંદરનો નજારો પણ જોવા મળે છે.

આવો જોઈએ અંદરથી કેવું છે સોનું સુદનું ઘર.

પોતાની મહેનત અને પરિશ્રમથી કેવી રીતે નામ બનાવી શકાય તેનું શ્રેષ્ઠ અને જીવતું જાગતું ઉદાહરણ છે સોનું સુદ

સોનું સુદ માને છે કે તેઓ આજે જે મુકામ પર છે તેમાં તેના પેરેન્ટ્સ અને પરિવારનું સૌથી મોટું યોગદાન છે.

જે મુંબઈમાં સ્ટ્રગલના દિવસોમાં તેઓ એક રૂમના મકાનમાં ૪ પાર્ટનર્સ સાથે રહેતા હતા તે શહેરમાં આજે સોનું સુદનું આલીશાન આશિયાનું છે.

ઈજનેરી કર્યા બાદ જયારે સોનુ મુંબઈ પહોંચ્યા હતા તો ૪૨૦ રૂપિયાનો મંથલી પાસ બનાવડાવીને શહેરમાં ગલીએ ગલીઓમાં ફરતા હતા.

તેમને સૌથી પહેલા એક્ટિંગ કરવાની તક તેલુગુ ભાષાની ફિલ્મમાં મળી. સોનુએ પણ તકને હાથ પરથી નથી જવા દીધી.

બોલીવુડમાં તેમણે શહીદ-એ-આઝમ નામની ફિલ્મથી ડેબ્યુ કર્યું. સોનું સુદને અસલી ઓળખ સલમાન ખાનની સાથેની ફિલ્મ દબંગમાં છેદી સિંહના પાત્રથી મળી.

ફિલ્મી પડદા પર વિલનનો રોલ કરનારા સોનું સુદ આજે દેશવાસીઓની નજરમાં રીયલ હીરો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *