સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે વિશ્વનું સૌથી મુશ્કેલ કાર્ય કોઈના ચહેરા પર સ્મિત લાવવાનું છે અને દેશમાં ઘણા એવા સિતારાઓ છે કે જેમણે તેમની હાસ્ય કલાના આધારે લોકોના દિલમાં વિશેષ સ્થાન બનાવ્યું છે. કપિલ શર્માના શોમાં બચ્ચા યાદવ અને અચ્છા યાદવની ભૂમિકા નિભાવનારા આવા જ એક કલાકારનું નામ કિકુ શારદા છે.

જેમણે પોતાની કોમેડીથી શોમાં એક અલગ જ રંગ ઉમેર્યો છે. નચ બલિયેમાં પ્રતિસ્પર્ધી તરીકે આવેલા કિકુ હવે એક મહાન હાસ્ય કલાકાર બની ગયા છે, કિકુ મારવાડી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જોકે શરૂઆતમાં તેમના માટે બોલીવુડમાં કામ કરવું આસાન નહોતું પંરતુ પોતાની પ્રતિભા અને મહેનત ન દમ પર તેઓએ આ વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

કિકુનો જન્મ રાજસ્થાનના જોધપુરમાં એક મારવાડી પરિવારમાં થયો હતો. તેમના પિતા અભિનયની વિરૂદ્ધ હતા અને તેઓએ અભિનય કરવાની ના પાડી હતી. તેઓ કહેતા હતા આપણે ધંધામાં ધ્યાન આપવું જોઈએ. જોકે કિકુ પોતાના નિશ્ચય પર અડગ હતો અને તેણે પોતાની મહેનત દ્વારા બોલીવુડમાં કામ કરવાનું નક્કી કરી લીધું હતું.

જોકે કિકુ જ્યારે થિયેટરમાં જોડાયો ત્યારે તેને દરેક શો માટે 700 રૂપિયા મળતા હતા. જોકે આજે કિકુ પોતાના હાસ્યથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી ચુક્યો છે. સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલા શો હાતીમમાં કિકુ પ્રથમ વખત નાના પડદે દેખાયો હતો, આ શોમાં તેનું પાત્ર એકદમ હાસ્યજનક હતું.

જેના પછી કીકુને સબ ટીવીના શો એફઆઈઆરમાં કામ કરવાની તક મળી હતી. જેમાં તેણે પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવી હતી. ત્યારબાદ 2013 માં કપિલ શર્માએ શોની શરૂઆત કરી હતી. જેમાં કિકુએ ઘણા પાત્રો ભજવ્યા છે, જે લોકોને ખૂબ પસંદ આવે છે. શરૂઆતમાં 700 રૂપિયામાં શો શરૂ કરનાર કિકુ હાલમાં કપિલ શર્માના એક શો માટે એપિસોડ દીઠ 5 થી 7 લાખ રૂપિયા ચાર્જ કરે છે. આજે તેઓ તેમના પરિવાર સાથે એકદમ વૈભવી જીવન જીવે છે અને તેઓ તેમની પત્ની અને બાળકો સાથે સુખી જીવન જીવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *