આપણે ઘણી વાર ફિલ્મી સ્ટાર્સની લાઈફ સ્ટાઇલ જોઈને તેમના જેવું જીવન જીવવાની ઈચ્છા રાખતા હોઈએ છીએ પરંતુ શું તમે જાણો છો કે સિતારાઓએ અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે? ઘણીવાર તેઓ ફિલ્મોમાં ખૂબ મહેનત કરીને સારું પ્રદર્શન કરે છે પંરતુ તેમની ફિલ્મો હિટ થઈ શકતી નથી. જેના કારણે તેમને આર્થિક રીતે પણ ઘણું નુકસાન સહન કરવું પડે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવા કેટલાક પ્રખ્યાત સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે ક્યારેક આર્થિક સંકટનો સામનો કર્યો હતો.

શિલ્પા શેટ્ટી :- આજે શિલ્પા શેટ્ટી કરોડોની સંપત્તિ ધરાવે છે પંરતુ તેની જિંદગીમાં એક સમય એવો પણ આવ્યો હતો, જ્યારે તેમની પાસે પણ પૈસાની તંગી હતી. ખુદ શિલ્પાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, પૈસાના અભાવને કારણે તે પોતાની આઈપીએલ ટીમ ‘રાજસ્થાન રોયલ્સ’નો વીડિયો શૂટ પૂર્ણ કરવામાં અસમર્થ હતી.

જેકી શ્રોફ :- ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જગ્ગુ દાદા તરીકે જાણીતા જેકી શ્રોફે નાણાકીય સંકટ પછી એક વખત ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલા પાસેથી ઘણા પૈસા ઉધાર લીધા હતા. તેમણે બૂમ નામની એક ખૂબ જ મોંઘી ફિલ્મ બનાવી હતી. જોકે આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. ત્યારબાદ જેકી શ્રોફને તેના ઘરની સંપૂર્ણ સામગ્રી પણ વેચવી પડી. તેમના ઘરે સૂવા માટે એક પલંગ પણ નહોતો. જોકે બાદમાં તેઓએ સલમાન ખાનની મદદ લઈને પોતાનું દેવું ચુકવ્યું હતું.

પ્રીતિ ઝિન્ટા :- ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા એક સમયે બોલિવૂડની નંબર વન એક્ટ્રેસ રહી ચૂકી છે પરંતુ ભાગ્યે જ તમે જાણો છો કે પ્રીતિએ આર્થિક સંકટનો પણ સામનો કરવો પડ્યો હતો. ખરેખર પ્રીતિએ વર્ષ 2013 માં ‘ઇશ્ક ને પેરિસ’ ફિલ્મનું નિર્માણ કર્યું હતું, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ સમય દરમિયાન તેની આર્થિક સ્થિતિ કથળી હતી.

ગોવિંદા :- કોમેડીના માસ્ટર ગોવિંદાએ પણ નોંધપાત્ર આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો છે. થોડા વર્ષો પહેલા ગોવિંદાએ ખુદ ખુલાસો કર્યો હતો કે તેમના જીવનમાં એક સમય એવો હતો જ્યારે તેના ખિસ્સામાં એક રૂપિયો પણ નહોતો. ગોવિંદાએ જણાવ્યું હતું કે તે સમયે તેની પાસે રિક્ષામાં બેસવાના પૈસા પણ નહોતા.

અમિતાભ બચ્ચન :- બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ઘણી વખત આર્થિક સંકટનો સામનો કરી ચૂક્યો છે. તેમના જીવનનો સૌથી ખરાબ સમય એવો આવ્યો જ્યારે તેમની કંપની ‘અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ’ (એબીસીએલ) ને વર્ષ 1999 માં આર્થિક રીતે નાદાર જાહેર કરવામાં આવી હતી. તેમની કંપની પર 93 કરોડનું દેવું હતું. આ પછી યશ ચોપરાએ તેને ‘મોહબ્બતેન’માં કામ આપીને તેમને દેવામાંથી બહાર કાઢ્યા હતા.

શાહરૂખ ખાન :- બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને પણ આર્થિક મુશ્કેલી વેઠવી પડી છે. આ સ્ટોરી ત્યારની છે, જ્યારે શાહરૂખ ખાન અને તેમની પત્ની ગૌરી ખાને વર્ષ 2011 માં 150 કરોડ રૂપિયા ખર્ચ કરીને ‘રાવન’ ફિલ્મ બનાવી હતી પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.જોકે ફિલ્મ ફ્લોપ થયા બાદ કિંગ ખાનની આર્થિક સ્થિતિ કથળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *