શનિદેવની સાડાસાતી અને ઢૈયાથી મળી જશે મુક્તિ, દશેરા પર કરી લો આ ઉપાય.. જાણો

બુરાઈ પર અચ્છાઈની અને અસત્ય પર સત્યની જીતનું પ્રતીક દશેરા ગુરુવારે ઉજવાશે. ધાર્મિક શાસ્ત્રોમાં આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે જે પણ કામ કરવામાં આવે છે, તેનાથી હંમેશા સારા પરિણામ મળે છે. સાડા સાતીથી મુક્તિ મેળવવા માટે કરો આ કામો: જે લોકો શનિની સાડાસાતી અને ઢૈયાને કારણે ઘણી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે.

તેઓ દશેરાના દિવસે કેટલાક ખાસ ઉપાય કરીને તેનાથી છુટકારો મેળવી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હાલમાં તુલા અને મિથુન રાશિમાં શનિની ઢૈયા ચાલી રહી છે. તે જ સમયે ધન, મકર અને કુંભ રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે.

શ્રી રામ અને હનુમાનજીની કરો પૂજા: શનિની ઢૈયાથી અને સાડાસાતીથી મુક્તિ મેળવવા માટે દશેરાના દિવસે ભગવાન શ્રી રામ અને હનુમાનજીની સાચા હ્રદયથી પૂજા -અર્ચના કરવી જોઈએ. આ માટે ઘરમાં રહેલા મંદિરમાં ઘીની જ્યોત પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો એકથી વધુ વાર પાઠ કરો.

હનુમાન ચાલીસા પછી શ્રી રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરો. આમ કરવાથી વ્યક્તિને દરેક પ્રકારના ભયમાંથી મુક્તિ મળે છે અને તમામ પ્રકારના દુઃખ દર્દ દૂર થાય છે.

11 ઓક્ટોબરથી શનિદેવ થઇ ચુક્યા છે વક્રી: જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 11 ઓક્ટોબર, 2021 ના ​​રોજ શનિદેવ વક્રી બન્યા છે. તેના કારણે કેટલીક રાશિના લોકો માટે રાહતના દિવસો શરૂ થયા છે. ઓક્ટોબર 2021 થી 29 એપ્રિલ 2022 સુધી શનિ આ સ્થિતિમાં રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *