બજરંગબલી હનુમાનજી અને શનિદેવ વચ્ચેના સંબંધની જાણ ખુબ ઓછા લોકોણે હશે,તેથી જ અહી પ્રસ્તુત છે તેમના વિશેની રોચક માહિતી. એકવાર મહાવીર હનુમાન શ્રીરામ ભગવાનના કોઈ કાર્યમાં વ્યસ્ત હતા.તે સમયે તે જગ્યાએથી શાનીદેવજી પસાર થઇ રહ્યા હતા અને રસ્તામાં તેમણે હનુમાનજી દેખાયા.

તેમણે પોતાના સ્વભાવ મુજબ શનિદેવને મજાક કરવાનું સુઝ્યું.અને તે રામજીના કાર્યમાં હનુમાનજીને વિધ્ન આપવા પહોચ્યા. હનુમાનજીએ શનિદેવને ચેતવણી આપી પરંતુ શનિદેવ તેમના રોક્યારોકાયા નહિ. ત્યારે હનુમાનજીએ શનિદેવને તેમની પુછડીથી પકડી લીધા અને હનુમાનજી ફરીથી તેમના રામજીના કાર્યમાં લાગ્યા.

કાર્ય દરમિયાન તેઓ પોતાનું ખુદનું કાર્ય પણ કરી રહ્યા હતા અને તે સમયે શાનીદેવજીને વાગ્યું અને શનિદેવે ઘણા પ્રયાસ કાર્ય છૂટવાના પણ તેઓ નિષ્ફળ રહ્યા. તેમણે હનુમાનજીને પણ ઘણી વિનંતી કરી પરંતુ હનુમાનજી તેમના કાર્યમાં ખોવાઈ ગયા હતા. જયારે રામજીનું કાર્ય પૂરું થયું પછી તેમણે શનિદેવજી નો ખ્યાલ આવ્યો અને તેમણે તરત શનિદેવને આઝાદ કર્યા.

શનિદેવજીને તેમની ભૂલનો અહેસાસ થયો અને તેમણે હનુમાનજીની માફી માંગી કે હવે પછી તેઓ ક્યારેય હનુમાનજી અને ભગવાન શ્રી રામના કોઈ કાર્યમાં વિધ્ન નહિ નાખે અને શ્રી રામ અને હનુમાનજીના ભક્તો પર તેમના વિશેષ આશિષ પ્રાપ્ત થશે.અને તેમણે હનુમાનજી પાસે થોડુક સરસીયું માંગ્યું જેનાથી તેમને જે ઘા લાગેલ ત્યાં એ ઘા પર લગાડવાથી રૂઝ આવી શકે.

હનુમાનજીએ તેમના માટે સરસીયાનું તેલ મંગાવ્યું અને આ રીતે શનિદેવ નો ઘા રૂઝાયો.ત્યારે શનિદેવજી એ કીધું જે ભક્ત શનિવારના દિવસે મારા પર સરસીયાનું તેલ ચડાવશે તેમણે મારા વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. હનુમાનજી એ શનિદેવ ને રાવણની જેલમાંથી મુક્ત કરાવ્યા. એક કથા પ્રમાણે ઘમંડી લંકાપતિ રાવણે શાનીદેવજીને કેદ કરીને લંકામાં એક જેલમાં પૂરી દીધા હતા.

જ્યાં સુધી હનુમાનજી લંકા નહતા પહોચ્યા ત્યાંસુધી શાનીદેવજી એ જેલમાં કેદ રહ્યા હતા. જયારે હનુમાનજી સીતામાતાને શોધવા લંકા આવ્યા ત્યારે તેમણે ભગવાન શનિદેવને જેલમાં કેદ જોયા. અને હનુમાનજીએ ત્યારે ભગવાન શનિદેવને આઝાદ કરાવ્યા.આઝાદી પછી તેમણે હનુમાનજીનો આભાર માન્યો અને તેમના ભક્તો પર વિશેષ કૃપા બનાવી રાખવાનું વચન આપ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *