શનિદેવે બનાવ્યો શશ મહાપુરુષ રાજયોગ, ત્રણ રાશિને મળશે અપાર પૈસા અને પદ- પ્રતિષ્ઠા
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવે ૧૭ જાન્યુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ કરી લીધો છે. તમને જણાવી દઈએ કે શનિદેવની કુંભ રાશિ મૂળ ત્રિકોણ રાશિ છે અને શનિદેવના ગોચરથી શશ મહાપુરુષ રાજયોગ બન્યો છે. જેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જોવા મળશે પરંતુ ત્રણ રાશિ એવી છે જેમના માટે શશ મહાપુરુષ રાજયોગ બનવાથી ધનલાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે. ચાલો જણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે.
કુંભ: શશ મહાપુરુષ રાજયોગ બનવો તમારા માટે શુભ સાબિત થઇ શકે છે. કારણ કે શનિદેવ તમારી ગોચર કુંડળીના લગ્ન ભાવમાં ગોચર કરી રહ્યા છે. એટલા માટે આ સમયે તમને માન- સન્માનની પ્રાપ્તિ થઇ શકે છે. સાથે જ આ સમયે તમારા માન- સન્માનમાં વધારો થઇ શકે છે.
તેમજ જે જાતકો રાજનીતિથી જોડાયેલા છે તેમને કોઈ પદની પણ પ્રાપ્તિ થઇ શકે છે. તેમજ વિવાહ યોગ્ય જાતકો માટે સારા સંબધો આવશે અને વ્યાપારિક જીવનમાં પ્રગતિના ઘણા અવસરો મળી શકે છે.
મેષ: તમારા માટે શશ મહાપુરુષ રાજયોગ આર્થિક રૂપથી લાભદાયક સાબિત થઇ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી આવકના ભાવમાં ગોચર કર્યું છે. એટલા માટે આ સમયે તમને જુના રોકાણથી લાભ મળવાના યોગ છે. સાથે જ આ સમયગાળામાં તમને ઘણા આર્થિક લાભ થશે અને કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે.
તેમજ જે જાતકો આયાત- નિકાસનો વ્યાપાર કરે છે તેમને સારો ધનલાભ મળી શકે છે. આ સમયે તમને શેરબજાર, સટ્ટો અને લોટરીમાં સારો લાભ થવાના યોગ છે. તેમજ જે જાતકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમને કોઈ સારું પદ અથવા સારી નોકરી મળી શકે છે.
ધન: શશ મહાપુરુષ રાજયોગનો લાભ ધન રાશિના જાતકોને મળી શકે છે. કારણ કે શનિદેવના ગોચર સાથે જ તમને સાડાસાતીથી મુક્તિ મળી ગઈ છે. સાથે જ શનિદેવ તમારી ગોચર કુંડળીના ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યા છે. એટલા માટે આ સમયે તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થઇ શકે છે.
તેમજ જે જાતકો ટૂર અને ટ્રાવેલ્સ, લોખંડ અથવા વિદેશ સંબંધિત કામ કરે છે તો તેમને લાભ થવાના પ્રબળ યોગ છે. તેમજ તમારું કરિયર કળા ક્ષેત્રથી સંબંધિત છે જેમ કે સિંગર, કલાકાર વગેરે તો તમારા માટે આ સમય શુભ સાબિત થઇ શકે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ધ ગુજરાતી તેની પૃષ્ટિ નથી કરતું.)