શનિની રાશિમાં બે મોટા ‘શત્રુ ગ્રહો’ની યુતિ, પાંચ રાશિના લોકો પર થશે સૌથી વધારે અસર

શનિ અને સૂર્ય ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહો છે. જો કુંડળીમાં આમાંથી કોઈ એક ગ્રહ અશુભ હોય તો વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. બીજી તરફ જ્યોતિષમાં શનિ અને સૂર્યને એકબીજાના દુશ્મન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે આ ગ્રહો સામસામે આવે છે અથવા યુતિ બનાવે છે, ત્યારે પરિસ્થિતિ ગંભીર બની જાય છે. આવી જ સ્થિતિ દસ દિવસ પછી થવાની છે.

૧૪ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જ્યારે શનિ આ રાશિમાં પહેલેથી જ હાજર છે. આગામી ૧૩ ફેબ્રુઆરી સુધીમાં આ બંને ગ્રહો મકર રાશિમાં યુતિ કરશે અને પાંચ રાશિઓ પર તેની સૌથી વધુ અસર પડશે. જો કે આ લોકો માટે આ અસર શુભ સાબિત થશે.

મેષઃ શનિ- સૂર્યની યુતિ મેષ રાશિના લોકોને ઘણો ફાયદો કરાવશે. તે કારકિર્દીમાં પ્રગતિ આપશે. બઢતી- વૃદ્ધિની પ્રબળ તકો છે. ધન લાભ પણ થશે. તમને સન્માન પણ મળશે. આ દરમિયાન સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

સિંહઃ આ એક મહિના દરમિયાન સિંહ રાશિના લોકોને દરેક કાર્યમાં સફળતા મળશે. તમને માન- સન્માન મળશે. ધન લાભ થશે, જે નાણાકીય સ્થિતિમાં સારી તાકાત લાવશે. તમને જૂના પૈસા પાછા મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમે લવ લાઈફનો પણ આનંદ માણી શકશો.

તુલા: શત્રુ ગ્રહોની યુતિ તુલા રાશિના જાતકોને ઘણો લાભ આપશે. તમને એટલા પૈસા મળશે કે તમે ભવિષ્ય માટે પણ બચાવી શકશો. પ્રોપર્ટી લેવાના પણ ચાન્સ છે. કરિયરમાં પ્રગતિ થશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

વૃશ્ચિક: આ સમયગાળો વૃશ્ચિક રાશિના લોકો માટે પૈસા અને સન્માન બંને લાવશે. કોમ્યુનિકેશનમાં પણ સુધારો થશે, જે તમારા ઘણા કાર્યોને સરળ બનાવશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

ધનુ: પરિવારના કોઈ સદસ્ય તરફથી મળેલા ધનથી તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે. ભવિષ્ય માટે વધારાના પૈસા બચાવી લેવા. કોઈપણ પુરસ્કાર અથવા સિદ્ધિ મળી શકે છે. (ડિસ્કલેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *