છેલ્લા 5 વર્ષથી લોકપ્રિય ટીવી શો ‘ભાભી જી ઘર પર હૈ’ દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો સાથે સંકળાયેલા તમામ કલાકારો દરેક ઘરમાં પોતાની આગવી ઓળખ બનાવી ચુક્યા છે. આવામાં તેમના ચાહકો તેમના વ્યાવસાયિક તેમજ વ્યક્તિગત જીવન વિશે જાણવા માટે ખૂબ ઉત્સુક હોય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને ભાભીજી ઘર પર હૈ શોમાં કામ કરતા સિતારાઓના વાસ્તવિક પાર્ટનર સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ.

શુભાંગી અત્રે :- “ભાભી જી ઘર પર હૈ”માં અંગુરી ભાભીનો અભિનય દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. આ પાત્ર ભજવનારી અભિનેત્રી શુભાંગી અત્રે પોતાના સંવાદથી ચાહકોનું ખૂબ મનોરંજન કરે છે. જોકે વાસ્તવિક જીવનમાં શુભાંગીએ એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે, જેનું નામ આયુષ છે અને આશિ નામની બંનેની એક પુત્રી પણ છે. શુભાંગીએ એ પુત્રીના જન્મ પછી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે એકતા કપૂરના લોકપ્રિય શો ‘કસૌટી જિંદગી કે’માં 2006 માં પહેલીવાર જોવા મળી હતી.

રોહિતાશ ગૌડ :- શો ભાભી જી ઘર પર હૈં માં તિવારીની ભૂમિકા નિભાવનાર રોહિતાશ ગૌડે પોતાની મનોરંજક શૈલીથી દેશભરમાં છાપ ઉભી કરી છે. આ શોમાં તેઓ બીજી મહિલાઓ પ્રત્યે આકર્ષિત થઇ જાય છે, જોકે વાસ્તવિક જીવનમાં તે તેની પત્નીથી ખૂબ ખુશ છે. તેમની પત્ની રેખા ભગવાન એક સંશોધનકાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે કેન્સર અંગે સંશોધન કરે છે. તે બંનેને બે પુત્રીઓ ગીતા અને સંજીતિ છે.

આસિફ શેઠ :- ભાભી જી ઘર પર હૈં શોમાં વિભૂતિ નારાયણ મિશ્રાની ભૂમિકા ભજવનારા આસિફ શેખ, એક પાડોશીની ભૂમિકા નિભાવે છે, જે તેના પાડોશીની ભાભી પર સંપૂર્ણ રીતે ફિદા થઈ જાય છે અને તેમને વધુ આકર્ષિત કરવા માટે નવી ટ્રિકો અપનાવતા રહે છે. જોકે રીયલ લાઇફમાં તેની પત્ની જેબા શેખ છે. જેનાથી આસિફ ખૂબ ખુશ અને તેમની એક દીકરી પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *