સમુદ્ર શાસ્ત્ર: અંગોનું ફરકવું આપે છે શુભ અને અશુભ સંકેતો, જેનો અર્થ પુરુષો અને સ્ત્રીઓ માટે હોય છે અલગ અલગ

શરીરના કોઈ પણ ભાગનું ફરકવું અનેક પ્રકારની ઘટનાઓનો સંકેત આપે છે. તે સારા અને ખરાબ બંને હોઈ શકે છે. ઉપરાંત, આ સંકેતોનો અર્થ પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ અલગ હોય છે. શરીરના અંગોનું ધ્રુજવું ખાસ સંકેતો આપે છે. પુરુષો માટે જમણા અંગોનું ફરકવું શુભ છે.મહિલાઓ માટે ડાબા અંગનું ફરકવું શુભ છે.

જેમ જ્યોતિષશાસ્ત્રમાં ભવિષ્યને જન્મકુંડળીના ગ્રહો દ્વારા ભવિષ્ય ફળ જણાવવામાં આવે છે, એવી જ રીતે, સમુદ્ર શાસ્ત્ર પણ શરીર પર બનેલા તલ, નિશાનીઓ, જન્મ ચિહ્નો અને શરીરથી મળવા વાળા સંકેતોથી ભવિષ્યની ઘટનાઓ માટે જાણવાની રીત બતાવે છે. સમુદ્રશાસ્ત્ર અનુસાર, શરીરના જુદા જુદા ભાગો (અંગોનું ફરકવું) ના જુદા જુદા અર્થ બહાર આવે છે. આમાંથી કેટલાક શુભ છે અને કેટલાક અશુભ છે. આજે આપણે જાણીએ કે શરીરના કયા અંગનું ફરકવું શું સૂચવે છે.

અંગોનું ફરકવું અને તેનો અર્થ: શાસ્ત્રોમાં સ્ત્રી અને પુરુષ માટે અલગ અલગ શુભ અને અશુભ સંકેતો આપવામાં આવ્યા છે. જો કોઈ પુરૂષની ડાબી બાજુનો કોઈ ભાગ ફરકે છે, તો તે અશુભ હોય છે અને જમણી બાજુનું ફરકવું શુભ હોય છે. જ્યારે મહિલાઓના કિસ્સામાં તે વિપરીત હોય છે. મહિલાઓના ડાબા અંગની ધ્રુજારી શુભ હોય છે અને જમણા અંગનું ફરકવું અશુભ હોય છે.

આંખો – જો પુરૂષોની ડાબી આંખ અને મહિલાઓની જમણી આંખ ફરકે છે, તો તે દુ:ખદ સમાચાર અથવા અશુભ ઘટના થવાના સંકેત છે. બીજી બાજુ, જો પુરુષોની જમણી આંખ અને સ્ત્રીઓની ડાબી આંખ ફરકે તો સારા સમાચાર પ્રાપ્ત થાય છે.

કાન: કાનની બાબતમાં પણ આંખની જેમ છે. આ પણ પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ અલગ શુભ અને અશુભ સંકેતો છે. પુરુષો માટે, ડાબા કાનમાં ફરકવાનો અર્થ છે સારા સમાચાર મળવા અને જમણા કાનમાં ફરકવું એટલે ઉચ્ચ પદ મેળવવું. ગાલ- બીજી બાજુ, જો પુરુષો અને સ્ત્રીઓ બંનેના ગાલ ફરકે છે, તો તે ધનલાભ સૂચવે છે.

કપાળ: કપાળમાં ફરકવું એ જીવનમાં સુખ સુવિધા વધારવાની નિશાની છે. આ સિવાય, તે માન – સમ્માન મેળવાના સંકેત પણ છે. હથેળી- જો કોઈ પુરુષની ડાબી હથેળી ફરકે તો પૈસા ખર્ચ થાય છે, જ્યારે જમણી હથેળી ફરકે તો પૈસા મળે છે. સ્ત્રીઓના કિસ્સામાં, તે વિપરીત છે, તેમના માટે ડાબી હથેળીમાં ફરકવાથી પૈસા ખર્ચ થાય છે અને જમણી હથેળી ફરકવાથી આર્થિક લાભ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *