મેષ રાશિ: તમારો દિવસ શાનદાર રહેશે. ઓફીસના પ્રોજેક્ટ પૂરો કરવામાં જીવનસાથીનો પણ સહયોગ મળી શકે છે. મહેનત સફળતાના રંગ ભરી દેશે. પારિવારિક સબંધો સુધરશે. મહેમાન આવે તેવી શક્યતા છે.

વૃષભ રાશિ: કોઈ મોટી બાબતે સમજુતી કરવાથી અને સહયોગ કરવા માટે તૈયાર રહેવું. પેન્ડીંગ રહેલા કામ આજે પુરા થઇ જશે. દામ્પત્ય જીવન સુખી રહેશે. મહત્વપૂર્ણ કામોમાં ફેરફાર થઇ શકે છે, આ સ્થિતિમાં નસીબનો સાથ મળશે.

મિથુન રાશિ: તમારી ખોવાયેલી જૂની વસ્તુ પાછી મળી જશે. સાથે જ રોકાણમાં લાભ મળશે. આ રાશિના લોકોને જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે. બીજાની વાત પણ સમજવાના પ્રયત્ન કરવા. આ રાશિના લોકોને રોજગાર મળવાની તકો છે.

કર્ક રાશિ: તમને ધન લાભ થશે. કોઈ અજનબી સાથે વિવાદમાં ના પડવું. જે પણ વસ્તુ તમારા માટે રુકાવટ બને છે, તેને નજરઅંદાજ કરવી. આર્થી સ્થિતિ અગાઉ કરતા સુધરશે.

સિંહ રાશિ: તમારો રસ રચનાત્મક કાર્યોમાં વધારે રહેશે. કોઈ નવી રચનાની યોજના બનાવી શકો છો. નવા વાહન ખરીદવા સમય શુભ છે. જીવનસાથીને ગુલાબ આપીને ખુશ કરી શકો છો. સમજી વિચારીને જ બીજાને મદદ કરવી. સ્વાસ્થ્ય પહેલા કરતા ઘણું સારું રહેશે.

કન્યા રાશિ: તમારી આર્થિક સ્થિતિ મજબુત બનેલી રહેશે. તમારા કામોમાં સફળતાના શિખરો લહેરાશે. આ રાશિના વિદ્યાર્થીઓ માટે દિવસ મહત્વપૂર્ણ છે. ભણવામાં તમારું મન લાગશે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે.

તુલા રાશિ: આ રાશિના લોકો માટે દિવસ લકી છે. દિવસની શરૂઆત શુભ સંકેતો સાથે થશે. મહેનત અને વ્યવહારના કારણે તમને ધનલાભ થશે. ધનલાભના અવસર પણ બનશે.

વૃશ્વિક રાશિ: તમારો દિવસ ખુશીઓથી ભરાયેલો રહેશે. તમારા નોકરીમાં પ્રયાસ સફળ રહેશે. પરિજનોથી શુભ સમાચાર મળશે અને તમારા આત્મસન્માનમાં વૃદ્ધિ થશે. કોઈ વ્યક્તિ વિશેષની મદદ મળી શકે છે. સફળતાના રસ્તા ખુલી જશે.

ધન રાશિ: લાભના અવસર ખુલશે, જેનાથી વેપારીઓને ધનલાભનો ફાયદો મળશે. નવા વેપારની શરૂઆત કરી રહ્યા હોવ તો રાહુકાળ જોઇને જ શરૂઆત કરવી. મહેનત પ્રમાણે સફળતા હાંસલ થશે. આવકના નવા સ્ત્રોત મળવાથી આર્થિક સ્થિતિ મજબુત બનશે.

મકર રાશિ: તમારો દિવસ સામાન્ય રહેશે, મનોબળનું સ્તર સારું રહેવાને કારણે તમારા કાર્ય સારી ગતિએ આગળ વધશે. બિઝનેસમાં પરિવર્તન થઇ શકે છે. વિદ્યુત ઉપકરણ ખરીદવા માટે દિવસ શુભ છે.

કુંભ રાશિ: દિવસ તમારા માટે ખુબ સારો રહેશે. કોઈ વિદેશની કંપનીની ઓફર આવી શકે છે. દુશ્મન પણ તમારા મિત્ર બની શકે છે, એટલે જેટલું બની શકે એટલું અંતર રાખવું. સામાજિક કાર્યોમાં રસ વધારે રહેશે.

મીન રાશિ: તમારો રસ આધ્યાત્મ તરફ વધારે રહેશે, માતાપિતાની સાથે ક્યાંક મંદિર દર્શન માટે પણ જઈ શકો છો. આવું કરવાથી તમને ફાયદો મળવાની શક્યતા જોવા મળી રહી છે. નવા લોકોને મળવાના આસાર છે. વ્યવસાયથી ધનલાભ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *