રાકેશ ઝૂનઝૂનવાલાએ ત્રણ કલાકમાં બનાવી લીધા 2 માંથી 20 કરોડ.. જાણો કેવી રીતે

જ્યારે શેરબજારની વાત આવે ત્યાં રાકેશ ઝુનઝુનવાલાનું નામ ના આવે એ શક્ય નથી. રાકેશ ઝુનઝુનવાલાએ શેરબજારની દુનિયામાં એવી છાપ ઉભી કરી છે કે આજે તેમને આ દુનિયાના ‘ધ બિગ બુલ’ પણ કહેવામાં આવે છે. જો કે રાકેશ ઝુનઝુનવાલાએ અહીં પહોંચવા માટે એકદમ નાની રકમથી શરૂઆત કરી હતી પરંતુ જ્યારે તેમણે શેરબજારમાં પ્રવેશવાનું નક્કી કર્યું ત્યારે તેમના પિતાએ તેને પૈસા આપવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે જાતે કમાઓ અને પછી પૈસા લગાવો.

આ ખુલાસો રાકેશ ઝુનઝુનવાલાએ ખુદ એક કાર્યક્રમ દરમિયાન કર્યો હતો. રાકેશ ઝુનઝુનવાલાએ ઇવેન્ટમાં જણાવ્યું હતું કે તેમણે શેર બજારમાં પાંચ હજાર રૂપિયાથી રોકાણ શરૂ કર્યું હતું. તેમણે આ વિશે કહ્યું હતું, “જ્યારે મેં બી.કોમ શરુ કર્યું, ત્યારે મારા પિતાએ પૂછ્યું હતું કે હવે તમે શું કરશો, મેં જવાબ આપ્યો કે હું શેરબજારનું કામ કરીશ. પપ્પાએ કહ્યું, ‘જો તમે ત્યાં બધા પૈસા ગુમાવશો, તો કોઈ તમને નોકરી નહીં આપે. તો પહેલા CA કરો. ”

પિતાએ પૈસા આપવાની ના પાડી દીધી હતી: રાકેશ ઝુનઝુનવાલાએ આ વિશે આગળ કહ્યું, “મેં CA કર્યું, જ્યારે CA પૂર્ણ થયું ત્યારે પિતાએ પૂછ્યું કે હવે તમે શું કરશો, મારો જવાબ હતો કે હું શેરબજારમાં રોકાણ કરીશ. પરંતુ તે પછી પણ તેમણે કહી જ દીધું હતું કે, ‘એનામાટે મારી પાસે પૈસા નહી માંગવાના. તમે નોકરી કરો, પહેલેથી જ મુંબઈમાં ઘર તો છે જ. પછી તમારા પોતાના કમાયેલા પૈસાથી આ બજારમાં રોકાણ કરજો.

રાકેશ ઝુનઝુનવાલાએ પિતા વિશે વાત કરતા આગળ કહ્યું હતું કે, “તેમણે મને સમજાવ્યું કે દુનિયા તમારી છે, નીડર બનો, મારા આશીર્વાદ તમારી સાથે છે, પણ મારા પૈસા નહીં.” રાકેશ ઝુનઝુનવાલા, જેમને શેરબજારના ‘બિગ બુલ’ તરીકે ઓળખવામાં આવે છે, તેમણે જણાવ્યું હતું કે તેમના મોટા ભાઈએ પણ આ સફરમાં તેમની મદદ કરી હતી, જેમણે પહેલાથી જ સીએ કરેલું હતું.

2 કરોડમાંથી બનાવ્યા 20 કરોડ રૂપિયા: તમને જણાવી દઈએ કે રાકેશ ઝુનઝુનવાલાની આ સફરમાં એક સમય હતો, જ્યારે તેમણે 3 કલાકમાં જ 2 કરોડ રૂપિયામાંથી 20 કરોડ રૂપિયા લીધા હતા. તેમણે આ વિશે જણાવ્યું હતું કે, “1989 નું બજેટ આવવાનું હતું, મેં બજેટ સારું રહેશે એવી આશામાં બે કરોડ ખર્ચ્યા.

તે સમય દરમિયાન બજેટ સાંજે આવતું હતું અને બજાર 6 થી 9 વાગ્યા સુધી ખુલતું હતું. મારી નેટવર્થ સાંજે 6 વાગ્યે 2 કરોડ રૂપિયા હતી અને રાતના 9 વાગ્યા સુધીમાં 20 કરોડ રૂપિયા થઇ ગઈ હતી. આમ રાકેશ ઝૂનઝૂનવાલાએ આજથી ૩૨ વર્ષ પહેલા કલાકોની અંદર દસ ગણા રૂપિયા કરી બતાવીને પોતાની આવડત બતાવી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *