ખીલ એક એવી સમસ્યા છે જેનાથી ના માત્ર સ્કીન પણ ચહેરાનો દેખાવ પણ બગડે છે. જયારે કોઈ ફંકશનમાં જવાનું હોય ત્યારે તો એને છુપાવવા માટે ફાઉનડેશન, કન્સીલર વગેરે વગેરે કરવું પડે છે. પરંતુ જો તમે અમુક ઉક્તિઓ અજમાવો તો તમે કુદરતી રીતે સહેલાઈથી ખીલ મટી શકે છે.

ટુથપેસ્ટ: કોટનમાં થોડીક વ્હાઈટ ટુથપેસ્ટ લઈને તેને ખીલ પર લગાડીને કલાક જેવું રહેવા દેવું જોઈએ અને તેના પર વધુ ભાર કે દબાણ ના આપવું જોઈએ અને પછી હળવા હાથથી ધોઈ નાખવું જોઈએ.

ટી ટ્રી ઓઈલ : ટી ટ્રી ઓઈલના થોડાક ટીપા લઈને તેમાં એક ટી સ્પુન ઓલીવ ઓઈલ અને જોજોબા ઓઈલ મિક્ષ કરવું જોઈએ.ત્યાર્બદ્દ ધોયેલા ચહેરા પર તેને લગાડવું જોઈએ. તેનાથી ખીલ પણ ઓછા થશે અને રેડનેસ પણ ઓછી થાય છે.

એપલ સાઈડર વિનેગર: એપલ સાઈડર વિનેગરની સાથે પાણી મિક્ષ કરો ત્યારબાદ કોટન લઈને તેને ખીલ પર લગાડો અને દસ મીનીટ પછી ફેસ ઠંડા પાણીથી ધોઈ લ્યો. લીમડો: લીમડાની પેસ્ટ બનાઈને તેને ખીલ પર લગાવો તેમજ લીમડાને ગરમ પાણીમાં પલાળી દ્યો અને ત્યારબાદ તે પાણીથી તમે દિવસમાં બે વાર ચહેરો ધોવો.

ચહેરાને અઠવાડિયે એકવાર ડીપ ક્લીન કરો લોટનું કરકરું ચારણ લઇ તેમાં ફેશ વોશ મિક્ષ કરી ચહેરા પર હળવા હાથે મસાજ કરો અને ત્યરબાદ ફેસપેક લગાવો અને દસ મીનીટ પછી ચહેરો વોશ કરો. ક્યારેય પણ ચહેરા પર ખીલ થાય તો તેની પર હાથ ફેરવવો  જોઈએ નહિ તેમજ ઘણાને તે ખોતરવાની ટેવ હોય છે તે ટેવ સુધારવી જોઈએ તેમજ બહાર નીકળતા પહેલા અને ઘેર આવીને ચહેરો ઠંડા પાણીથી ધોવો જોઈએ.

જેને પણ ખીલ હોય તેણે તેનો સાબુ, રૂમાલ, નેપકીન વગેરે અલગ રાખવું જોઈએ. આથાવાળા તળેલા, મસાલેદાર ખોરાક ઓછા ખાવા જોઈએ. તેમજ જો કબજીયાતની પ્રોબ્લેમ હોય તો તે દુર કરવી જોઈએ. જો માથા માં ખોડો રહેતો હોય તો તે પણ દુર કરવો જોઈએ. ખોડાના કારણે પણ ચહેરા પર ખીલ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *