મીડિયા અને ફિલ્મ લાઈનમાં સારું નામ કમાય છે આ બે રાશિના લોકો, શુક્ર દેવની રહેશે વિશેષ કૃપા
વૈદિક જ્યોતિષમાં ૧૨ રાશિનું વર્ણન જોવા મળે છે. આ રાશિથી જોડાયેલા લોકોનું કરિયર અને સ્વભાવ એક બીજાથી તદ્દન અલગ હોય છે. કારણ કે આ રાશિ પર અલગ- અલગ ગ્રહનું ન્રેતુત્વ હોય છે. અહિયાં અમે તમને એવી બે રાશિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી જોડાયેલા લોકો મીડિયા અને ફિલ્મ લાઈનમાં સારું નામ કમાય છે.
કારણ કે તે લોકો પર શુક્ર દેવની વિશેષ કૃપા હોય છે. શુક્ર દેવને ભૌતિક સુખ, લગ્ઝરી લાઈફ, ધન, વૈભવ અને એશ્વર્યના પ્રદાતા માનવામાં આવે છે. ચાલો જાણીએ તે બે રાશિ કઈ છે
વૃષભ: આ રાશિના સ્વામી ધન અને વૈભવના દાતા ધુક્ર દેવ છે. આ રાશિના લોકો દેખવામાં આકર્ષક અને હેન્ડસમ હોય છે. તેમજ આ લોકો શાંત અને કોમળ હોય છે. તે સારા કપડાં પહેરવાના શોખીન હોય છે અને દરેક પરિસ્થિતિમાં ઝીંદગીને એન્જોય કરે છે. આ લોકો તેમના જીવનસાથી પ્રત્યે સંપૂર્ણ સંવેદના રાખે છે. તેમજ જીવનસાથીની દરેક વાતો માને છે.
આ લોકો સ્વભાવિક રૂપે કઠોર અને નિશ્ચયી રહેતા હોય છે. આ લોકો કળાના જાણકાર અને કળા પ્રેમી હોય છે. આ લોકો મીડિયા અને ફિલ્મ લાઈનમાં સારું નામ કમાય છે. આ લોકો લાગ્ઝરી લાઈફ જીવવાના શોખીન હોય છે. કારણ કે આ લોકો પર શુક્ર દેવનો પ્રભાવ હોય છે. જો વ્યવસાયની વાત કરીએ તો આ લોકો બિલ્ડર, કપડાં, ઘરેણા અને લગ્ઝરી વસ્તુનો વ્યવસાય કરે છે.
તુલા: આ રાશિ પર પણ શુક્ર દેવનું ન્રેતૃત્વ હોય છે. આ રાશિના લોકો સ્વભાવ રાજદ્વારી હોય છે. તે વધુ સામાજિક, મજાકિયા સ્વભાવના અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે. આ લોકો નિર્ણય લેવામાં થોડો સમય લગાડે છે. રિલેશનશિપમાં તે વધુ રોમાન્ટિક હોય છે. તે રિલેશનશિપમાં સ્થિરતા અને પારદર્શિતા ઈચ્છે છે.
આ જાતકો તેમના લવ પાર્ટનરના ભાવનાઓની કદર કરે છે. તેમજ તેની સાથે આ લોકો પણ લગ્ઝરી લાઈફ જીવવાના શોખીન હોય છે. આ લોકો સામાજિક પણ હોય છે. તેમજ દરેક પરિસ્થિતિમાં મસ્ત રહે છે. આ લોકો ફિલ્મ લાઈન, ફૈશન ડિઝાઈનિંગ, લેખક, મીડિયા અને સંગીતમાં સારું નામ કમાય છે.
આ લોકો સારું ખાવાના અને સારા કપડાં પહેરવાના શોખીન હોય છે. તેમની અંદર રાજાઓની જેમ રહેવાના અને કપડાં પહેરવાના ગુણ જોવા મળે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ધ ગુજરાતી તેની પૃષ્ટિ નથી કરતું.)