નીતા અંબાણીથી જોડાયેલી દસ વાતો, જેનાથી તમને અંદાજ આવી જશે કે પાણીની જેમ પૈસા વહેવડાવવા કોને કહેવાય?

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની મુલાકાતની કહાની એકદમ ફિલ્મી છે. હકીકતમાં, ધીરુભાઈ અંબાણીએ પહેલી વાર નીતાને ‘બિરલા માતોશ્રી’ ખાતે નવરાત્રી પર્વ દરમિયાન ભરતનાટ્યમ કરતા જોયા હતા. માત્ર એક ડાન્સ બાદ ધીરુભાઈ અંબાણીએ નીતાને પોતાની પુત્રવધૂ બનાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ નીતાએ અંબાણી પરિવારની પુત્રવધૂ બનતા પહેલા બે વખત ધીરુભાઈ અંબાણીનો ફોન કાપી નાખ્યો હતો.

મુકેશ અંબાણીને મળ્યા પહેલા નીતાએ ધીરુભાઈ અંબાણીનો ફોન બે વખત ડિસ્કનેક્ટ કર્યો હતો. ધીરુભાઈએ પહેલી વાર નીતાને ફોન કર્યો ત્યારે તેણે કહ્યું કે હું ધીરુભાઈ અંબાણી બોલું છું. આના પર નીતાએ રોંગ નંબર કહીને ફોન કાપી નાખ્યો. બીજી વખત પણ જ્યારે તેમણે ફોન કરીને કહ્યું કે ધીરુભાઈ અંબાણી બોલી રહ્યા છે અને હું નીતા સાથે વાત કરવા માંગુ છું. નીતાએ જવાબ આપ્યો, જો તમે ધીરુભાઈ અંબાણી છો, તો તે પણ એલિઝાબેથ ટેલર છે એવું બોલીને ફોન કાપી નાખ્યો હતો.

આ પછી જ્યારે ધીરુભાઈએ ત્રીજી વખત ફોન કર્યો ત્યારે નીતા અંબાણીના પિતાએ ફોન ઉપાડ્યો. આ દરમિયાન, તેઓને માનવામાં નહોતું આવતું કે તે વ્યક્તિ છે જેમને મળવા માટે લોકોએ એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. તરત જ તેમણે નીતાને ફોન પકડાવીને ધીરુભાઈ સાથે યોગ્ય રીતે વાત કરવા કહ્યું. આ વાતચીતના થોડા દિવસો પછી, જ્યારે નીતા ધીરુભાઈને તેમની ઓફિસમાં મળવા ગઈ, ત્યારે તેમણે નીતાને પૂછ્યું ‘શું તમે મારા પુત્ર મુકેશને મળવાનું પસંદ ક્રશ’?

બસ અહીંથી જ મુકેશ અંબાણી અને નીતાની પ્રેમ કહાની શરૂ થઈ. એક વર્ષ પછી બંનેએ લગ્ન કરી લીધા. આજે નીતા અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિની પત્ની છે. મુકેશ અંબાણી પોતે સાદગીભર્યું વ્યક્તિત્વ ધરાવે છે તો નીતા અંબાણી લકઝરી જીવનશૈલી જીવવું પસંદ કરે છે. આપણા જેવા મિડલ ક્લાસ લોકો જેટલું આખા વર્ષમાં કમાય છે એટલાની કોફી નીતા અંબાણી એક દિવસમાં પી જાય છે.

ચાલો આજે નીતા અંબાણીની આ વૈભવી જીવનશૈલી સંબંધિત દસ હકીકતો પણ જાણી લો- 1- નીતા અંબાણી પોતાના દિવસની શરૂઆત ત્રણ લાખ રૂપિયાની કોફી પીને કરે છે. 2- નીતા અંબાણી કસ્ટમાઇઝ્ડ લિપસ્ટિકનો ઉપયોગ કરે છે, જેની કિંમત આશરે ૪૦ લાખ રૂપિયા જેટલી છે.

3- નીતા અંબાણી નેવું કરોડની કિંમતની ઓડી A9 Chameleon થી જ ટ્રાવેલ કરે છે. તેમના ડ્રાઈવરનો પગાર મહિને 2 લાખ રૂપિયા છે. 4- નીતા અંબાણી 2.21 કરોડની હેન્ડ બેગનો ઉપયોગ કરે છે, તેમની પાસે Jimmy Choo અને Goyard ની ઘણી બેગ છે. 5- નીતા અંબાણીએ ‘રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ’ના સીઈઓના પુત્રના લગ્નમાં ૪૦ લાખ રૂપિયાની ડિઝાઈનર સાડી પણ પહેરી હતી.

6- નીતા અંબાણી પણ વૈભવી વાહનોના ખૂબ શોખીન છે. તેમની મનપસંદ કાર Maybach 62 છે, જેની કિંમત દસ કરોડ રૂપિયા છે. 7- નીતા અંબાણી પોતાની કોઈપણ મુસાફરી દરમિયાન ખાનગી જેટનો ઉપયોગ કરે છે, જેની કિંમત ૨૪૦ કરોડ છે. 8- નીતા અંબાણી પોતાના સ્ટાઇલિશ અને મોંઘા કપડા માટે પણ જાણીતી છે. તે બીજી વખત પોતાનો ડ્રેસ અને પગરખાં પહેરતી નથી.

9- નીતા અંબાણી ઘરેણાંનો પણ ખૂબ શોખીન છે. તે માત્ર એવી જ જ્વેલરી પહેરે છે જેમાં કરોડોના હીરા હોય. 10- નીતા અંબાણી જાપાનની સૌથી જૂની ક્રોકરી બ્રાન્ડના ‘નોરીટેક કપ’ માં કોફી પીવે છે. આ કપની કિંમત 3 લાખ રૂપિયા છે. નીતા અંબાણી આઈપીએલની સૌથી મોંઘી ટીમ ‘મુંબઈ ઈન્ડિયન્સ’ની માલિક પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *